Showing 91–120 of 187 results

  • Krushna Lila Madhur Madhur (With Cd)

    95.00

    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્! આજનો યુવાન કોઈ નશાની શોધમાં છે. આજનું ‘ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર’ ક્યાંક ખોવાઈ જવા ઝંખે છે. એ પૂર ઝડપે મોટરબાઈક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેને અતિ તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. શિસ્ત પ્રત્યે એને થોડીક... read more

    Category: Inspirational
    Category: Rathayatra
    Category: Special Offer
  • Krushna Nu Jivansangit

    499.00

    કૃષ્ણનું જીવનસંગીત કૃષ્ણના જીવનનાં મોટા ભાગનાં વર્ષો ગુજરાતમાં વીત્યાં હતાં, તેથી તેમને `ગુજરાતી’ કહેવા હોય તો કહી શકાય. આ પુસ્તક મારા મનની સાવ જુદી જ અવસ્થામાં અમેરિકાના નિવાસ દરમ્યાન લખાયું હતું. એનો અનુવાદ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પણ પ્રગટ થયો છે. અસંખ્ય પરિવારોમાં એ કૃષ્ણપૂર્વક વંચાયું છે. ગીતા એટલે કૃષ્ણનું... read more

    Category: Rathayatra
    Category: Reflective
    Category: Special Offer
  • Laganio Nu Management

    125.00

    લાગણીઓનું મૅનેજમૅન્ટ જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. *... read more

    Category: Inspirational
  • Lajja

    225.00

    લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more

    Category: Novel
  • Love Story

    110.00

    તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ'ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. ઑલિવર અને જૅની. બંને જૂદાં જૂદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો... read more

    Category: Love Stories
    Category: Novel
  • Magaj Na Gumavo Vajan Gumavo

    275.00

    * માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more

    Category: Health
  • Magic Of Thinking Success

    250.00

    મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક... read more

    Category: Inspirational
  • Mahabharat Manav Svabhar Nu Mahakavya

    950.00

    કૃષ્ણ નિત્યસંન્યાસી! આખરે ધર્મ એટલે શું? ધર્મ થીજેલા બરફ જેવો સ્થિતિશીલ હોય કે ખળખળ વહેતા ઝરણા જેવો ગતિશીલ હોય? કૃષ્ણનું ધર્મદર્શન ગતિશીલ(ડાયનેમિક) હતું. અપૂર્ણતા તો માનવી હોવાની સાચી સાબિતી ગણાય. અપૂર્ણ મનુષ્યને જે સત્ય જડે તે કદી પણ અંતિમ કે નિરપેક્ષ (ઍબ્સોલ્યુટ) ન જ હોઈ શકે. મહાભારતમાં કૃષ્ણ દ્વારા જે... read more

    Category: Religious
    Category: Special Offer
  • Mahabharat Na Patro

    525.00

    મહાભારતનાં પાત્રો નાનાભાઈ ભટ્ટ શ્રી મનુભાઈ પંચોળી `દર્શક’ તરફથી અપીલ નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત... read more

    Category: Biography
  • Mahabhoj

    150.00

    મહાભોજ સિતાંશુ યશશ્ચન્દ્ર આ વિરાટ વન વાકઇ એક વણથંભ મહાભોજ છે. પોતે જ આરોગે પોતે જ આરોગાય ધરાર ન ધરાય ન ખાતાં ખૂટે. ક્યારેક મને થાય છે કે થોડાંક મક્કમ પગલાં ભરી ચાલ નીકળી જાઉં વાણીના આ વિશ્વમાંથી.

    Category: Poetry
  • Mahatma Ane Gandhi

    175.00

    મહાત્મા ગાંધી કોણ હતા? ગાંધીજી એ માણસ હતા, ઇતિહાસની એ વિરલ પ્રતિભાઓમાંના એક હતા, જેમની આત્મકથાઓ રાષ્ટ્રની તવારીખો બની જતી હોય છે. 20મી સદીના વિચારકો અને પૂરી સદી પર અસર કરનારા મનુષ્ય જાતિના પ્રતિનિધિઓમાં ગાંધીનું નામ ચર્ચિલ, સ્તાલિન, હિટલર, દ’ગોલ, લેનિન, માઓ ઝેદોંગ, રૂઝવેલ્ટ, મુસોલિનીની સાથે મુકાય છે. `Time’ સાપ્તાહિકે... read more

    Category: History
  • Mahol Mushayara No

    175.00

    ઉર્દુ અદબનો ગુજરાતી મિજાજ વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડૂક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય ગુજરાતીમાં અસરકારક રીતે ઝીલાતું આવ્યું છે. ઉર્દુ ગુજરાતીની મસિયાઈ બહેન છે. ઉર્દુનો પ્રચલિત કાવ્ય પ્રકાર ગઝલ ગુજરાતી ભાષામાં પણ... read more

    Category: Ghazal
  • Mahotu

    175.00

    સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more

    Category: Short Stories
  • Man Ni Vat

    250.00

    આપણા દેશમાં આધ્યાત્મિકતાની સાથેસાથે જ ધન અને સત્તાની ભારે લોલુપતા દૃષ્ટિગોચર થાય છે. માનવીના જટિલ મનનું જ આ પ્રતિબિંબ છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ ઉઘાડી છે. મુંબઈના ભિખારી... read more

    Category: Inspirational
  • Manvi Na Man

    200.00

    માનવીના મન મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં સાચા જીવંત દૃષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને ઓળખી પોતાના જીવનને પોતાની ઇચ્છા મુજબ આકાર આપી શકશે, જીવનમાં આગળ વધી... read more

    Category: Inspirational
  • Mari Janmatip

    400.00

    1857ના સ્વાતંત્ર્ય યુદ્ધને ઈતિહાસ લખનાર વીર પુરુષ - બૅરિસ્ટર વિનાયક દામોદર સાવરકર - ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને વ્યક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે. એ બૅરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ... read more

    Category: Autobiography
  • Mariz : Astitva Ane Vyaktitva

    150.00

    ગુજરાતી ગઝલઆકાશ, શયદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની જેવા અનેક સિતારાઓથી ઝળહળે છે પણ એ સૌમાં મરીઝનું સ્થાન યાવત્ચંદ્રદીવાકરો, અનન્ય અને અમીટ છે. મરીઝ એટલા સરળ છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી. મરીઝ એટલા ગહન છે કે કોઈ વિવેચકે બાંધેલા અર્થમાં એ બંધાય એમ પણ નથી. આમેય મરીઝે... read more

    By Raeesh Maniar, Mariz
    Category: Biography
  • Maro Tya Sudhi Jivo

    175.00

    તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.

    Category: Inspirational
    Category: Special Offer
  • Master Stroke

    99.00

    કોઈની એકાદ નાની સલાહ, વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં કેવડી મોટી ક્રાંતિ સર્જી દે છે એની કથાઓ તો તમે વાંચી કે સાંભળી હશે, પણ આ પુસ્તકમાં એવા અનેક મહારથીઓના જીવંત ઉદાહરણો છે - જેઓ કોઈકની ને કોઈકની સલાહ સ્વીકારીને પોતાના વ્યવસાય અને જીવનની રેસમાં બીજા કરતાં આગળ નીકળી ગયા છે! આ... read more

    Category: Inspirational
    Category: successmakers
  • Masterminds

    225.00

    યાદ રાખજો કે વિજ્ઞાન `બોરિંગ' વિષય નથી. વિજ્ઞાન તો જીવનને જોવાની, કુદરતને સમજવાની અને અચરજ પમાડતી ઘટનાઓમાં તર્ક સાથે ડોકિયું કરવાની દૃષ્ટિ છે. આઇન્સ્ટાઇન વિષે તો તમે સૌ કોઈ જાણો છો, પણ તેમનું મગજ તેમના મૃતદેહમાંથી એક ડૉકટરે ચોરી કરી લીધું હતું તે તમને કોઈ ટેક્સ્ટબુકમાં વાંચવા નહીં મળે! ન્યુટનના... read more

    Category: Science
  • Maurya Samrat

    400.00

    ઈ.સ. પૂર્વે 344. ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે.... અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં... read more

    Category: Novel
  • Man’s Search for Meaning : The classic tribute to hope from the Holocaust (Original Gujarati Edition)

    199.00

    અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ઈ. ફ્રેન્કલની આ વ્યથા-કથા, જે પુસ્તકરૂપે તમારા હાથમાં છે! બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉ. વિક્ટર ઈ. ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના... read more

    Category: Inspirational