A. P. J. Abdul Kalam (Dr.)
5 Books / Date of Birth:- 15-10-1931 / Date of Death:- 27-07-2015
ડૉ. અવુલ પકીર જૈનુલાદ્દીન અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે થયો. તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો. આજના ભારતના વૈજ્ઞાનિકોમાં ડૉ. કલામનું નામ મોખરે ગણી શકાય. ભારતની અને વિદેશની એમ કુલ મળીને 45 યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ્ પદવીથી નવાજ્યા છે. તેઓ ઈ.સ. 1981માં પદ્મભૂષણ, ઈ.સ. 1990માં પદ્મવિભૂષણ અને ઈ.સ.1997માં દેશનો સર્વોચ્ચ એવો ભારતરત્ન પુરસ્કાર મેળવી ચૂક્યા છે. ઈ.સ. 2007માં કિંગ ચાર્લ્સ II ઍવૉર્ડ, ઈ.સ.2008માં ધ વુડરૉ વિલ્સન ઍવૉર્ડ અને ધ હુવર ઍવૉર્ડ અને 2009માં ઇન્ટરનૅશનલ વૉન કારમાન વિંગ્ઝ ઍવૉર્ડ જેવા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. આવા શ્રી ડૉ. કલામ 25 જુલાઈ, 2002ના રોજ ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ બન્યા. ત્યાર બાદ સતત જરૂરી પગલાં લઈને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં લાવીને મૂકવું, તે જ તેમનું ધ્યેય અને મહત્ત્વાકાંક્ષા બની રહ્યાં હતાં.