Acharya Kruplani
0 Books / Date of Birth:- 11-11-1888 / Date of Death:- 19-03-1982
જીવતરામ ભગવાનદાસ કૃપલાની એ આચાર્ય કૃપલાની નામથી જાણીતા ભારતીય રાજનેતા, પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસેનાની હતા.તેઓ ૧૯૪૭માં સત્તા હસ્તાંતરણ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વિખ્યાત છે. ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન સુચેતા કૃપલાની તેમના પત્ની હતા.તેઓ ગાંધીજીની ખૂબ જ નજીક હતા અને એક સમયે તેમના પ્રબળ અનુયાયી હતા. કૃપલાનીએ લગભગ એક દશક સુધી કોંગ્રેસના મહાસચિવ તરીકે કાર્ય કર્યું. તેમને શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનો અનુભવ હતો અને કોંગ્રેસના પુનર્નિર્માણ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પ્રક્રિયાત્મક મુદ્દાઓ પર પક્ષ અને સરકાર વચ્ચે વિવાદને કારણે સરકારમાં રહેલા સહયોગીઓ સાથેના તેમના સંબંધો પ્રભાવિત થયા હતા. કૃપલાની ૧૯૨૦ના દશકના અસહયોગ આંદોલનોથી લઈને ૧૯૭૦ના દશકની કટોકટી સુધી રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા હતા.તેમણે ‘ભારતવર્ષ કી વિભૂતિયાં’ પુસ્તકની રચના કરી હતી અને વિજિલ નામના સાપ્તાહિકનું સંપાદન પણ કર્યું હતું. તેમણે લખેલા પુસ્તકો ‘નોન વાયોલેન્ટ રિવોલ્યુશન’, ‘ધ ગાંધીયન વે’, ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’, ‘ધ ફેટફૂલ ઇયર્સ’, ‘ ધ પોલિટીક્સ ઓફ ચરખા’, ‘ધ ફ્યુચર ઓફ ધ ચરખા’, ‘ધ ગાંધીયન ક્રિકિટ’ વગેરે છે.તેમની આત્મકથા માય ટાઈમ તેમના અવસાનના ૨૨ વર્ષ પછી ૨૦૦૪માં પ્રકાશિત થઈ હતી.૧૯ માર્ચ ૧૯૮૨ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું અવસાન થયું.
No products were found matching your selection.