Anne Frank
1 Book / Date of Birth:- 12-06-1929 / Date of Death:- 02-1945
ઍન્ની ફ્રૅન્ક જર્મન ડાયરી લેખિકા હતી. તેને પોતાની ડાયરીમાં બીજા વિશ્વયુદ્ધના સમયગાળાના, ૧૯૪૨ થી ૧૯૪૪ સુધીના, પોતાના જીવનનું આલેખન કર્યુ છે. ગુપ્તવાસમાં પકડાયા બાદ નાઝીઓના દમન કેમ્પની યાતનાઓનાં કારણે તે ૧૯૪૫માં મૃત્યુ પામી હતી. તેના મૃત્યુ બાદ તેના પિતા ઓટ્ટો ફ્રૅન્કે આ ડાયરી ૧૯૪૭માં ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ ના નામે પ્રકાશિત કરી હતી અને તે સાથે જ આ ડાયરી જગવિખ્યાત થઈ હતી. આ ડાયરી ખૂબ જ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.ઍન્ની ફ્રૅન્કનો જન્મ જર્મનીના ફ્રૅન્કફર્ટમાં થયો હતો. તેની તેરમી વર્ષગાંઠે, ૧૨ જૂન ૧૯૪૨ ના રોજ, તેને ડાયરી ભેટ મળી હતી. રાજવંશોની વંશાવળી, ઈતિહાસ અને ડચ-હિબ્રુ ઉપરાંત અંગ્રેજી, લૅટિન, ફ્રેન્ચ અને જર્મન જેવી ભાષાઓમાં તેમજ કલા-સાહિત્યનાં લોકપ્રિય બનેલા પુસ્તકો વાંચવામાં રસ ધરાવતી ઍન્નીએ ૧૪ જૂન ૧૯૪૨ થી, એટલે કે ડાયરી ભેટ મળ્યાનાં બે દિવસ બાદ, રોજનીશી લખવાનુ ચાલું કર્યુ. લખેલુ હોય તે ફરી વાંચીને તે દિવસોમાં બનેલું કેટલુક મહત્વનું રહી ગયું હોય તો વિશેષ નોંધરૂપે ઉમેરીને તે ડાયરીમાં લખતી હતી.૧૯૪૫ માં, ઍન્ની તેની બહેન માર્ગોટ ફ્રૅન્ક સાથે દમન કેમ્પમાં હતી તે દરમિયાન જ તેઓને આરોગ્ય માટે હાનિકારક સંજોગોમાં સપડાવુ પડ્યું હતું. ટાઈફસની બિમારીના લીધે સૌપ્રથમ માર્ગોટ મૃત્યુ પામી હતી અને ત્યાર બાદ ફેબ્રુઆરી કે માર્ચના કોઈ અજ્ઞાત દિવસે ઍન્ની મૃત્યુ પામી હતી.ગુપ્તવાસ દરમિયાન નાઝિઓના દમનથી બચી ગયેલા લોકોમાં એક તે ઍન્નીના પિતા ઑટ્ટો ફ્રૅન્ક હતાં. તેમને પોતાની પુત્રી ઍન્નીની ડાયરી પુસ્તક રૂપે પ્રકાશિત કરી હતી. આ ડાયરીમાં ૧૯૪૨ થી ૧૯૪૫ સુધી બનેલ ઘટનાઓનું આલેખન છે. ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૨ થી એન્નીએ પોતાની કાલ્પનિક સખી કેટ્ટીને સંબોધીને લખેલ પત્ર રૂપે ડાયરી લખવાનુ શરૂ કર્યું અને આ પત્રશૈલી જ આ ડાયરીના અંતિમ પૃષ્ઠ સુધી અભિવ્યક્તિનું માધ્યમ બની રહી. આરંભના પત્રો મુક્ત અને ઍન્નીના સ્કૂલ અને મિત્રો સાથેના જીવનનાં છે

Showing the single result