Anthony Robbins
3 Books / Date of Birth:- 29-02-1960
ઍન્થની રોબિન્સે પોતાની અડધા કરતાં વધારે જિંદગી લોકોની વ્યક્તિગત પ્રતિભાને બહાર લાવીને તેને વિકસાવવામાં ખર્ચી કાઢી છે. તેઓ અમેરિકામાં Science of Peak Performance વિષયના નિષ્ણાત તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓ Anthony Robbins Companiesના સ્થાપક તેમજ ચૅરમૅન છે, જે લોકોના વ્યક્તિગત વિકાસ તેમજ વ્યાવસાયિક વિકાસમાં મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે.રોબિન્સે IBM, AT&T અને અમેરિકન એક્સપ્રેસ એક્ઝીક્યુટીવોને તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીને પિક પર્ફૉર્મન્સ કન્સલ્ટન્ટ તરીકે તાલીમ આપી છે. એટલું જ નહીં, રમતગમતના ક્ષેત્રમાં લોસ એન્જલસ ડોજર્સ, અમેરિકાઝ કપ ટીમ અને ઓલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતાઓને પણ માર્ગદર્શન આપ્યું છે. રોબિન્સ વિશ્વની અન્ય જાણીતી વિભૂતિઓને પણ સતત કોચિંગ આપતા રહ્યા છે. વિશ્વની અનેક સંસ્થાઓમાં મુખ્ય સલાહકાર તરીકે પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે.વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે ઘડીને વિશ્વને વધુ સુંદર અને રહેવા યોગ્ય બનાવે, એ રોબિન્સનો મુખ્ય goal રહ્યો છે. કુટુંબમાં પારસ્પરિક સંબંધોનો મુદ્દો હોય, નક્કી કરેલી સફળતા કે સિદ્ધિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની વાત હોય, માનસિક કે આર્થિક તણાવ હોય અથવા દેશ કે સમાજ માટે કંઈક યોગદાન આપવાની વાત હોય, રોબિન્સ આ સૌને મદદરૂપ થઈ રહ્યા છે. તેઓ વર્ષોથી પોતાનાં તમામ resources તેમજ energyને નિ:સ્વાર્થભાવે આ આશય પાછળ ખર્ચી રહ્યા છે. તેમણે 1991માં તરછોડાયેલાં બાળકો, ઘર વગરના લોકો, વરિષ્ઠ નાગરિકો અને કેદીઓ માટે વિશેષ એવા એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જે તેઓ માટે નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કાર્ય કરે છે.રોબિન્સ કેલિફોર્નિયા ખાતે તેમનાં પત્ની તથા બાળકો સાથે રહે છે.
Social Links:-