Arvind Barot
1 Book
અરવિંદ બારોટ એક ભારતીય પાર્શ્વગાયક, ગીતકાર, સંગીત દિગ્દર્શક, સંગીતકાર, અને ગુજરાતી કવિ છે. તે ભજન, ધાર્મિક અને ગરબા ગીતો અને અન્ય લોક શૈલીઓમાં પણ નિષ્ણાત છે. તેમણે ૮૦૦૦થી વધુ ગુજરાતી ગીતો ગાયા છે અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ રજૂ કરવા માટે ગુજરાતી સિનેમામાં જાણીતા છે.અરવિંદભાઈ અમરેલી, સાવરકુંડલાના વતની છે અને હાલમાં તે ગુજરાતના અમદાવાદમાં રહે છે. તેમણે ગુજરાતીમાં,૮૦૦૦ થી વધુ ફિલ્મ-બિન-ફિલ્મી ગીતો ગાયાં છે, જેમાંથી તેમણે જાતે જ ઘણા ગીતો લખ્યા છે. ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. અરવિંભાઈએ ફિલ્મ 'દિકરી નો માંડવો'માં મોના થિબા સાથે મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મમાં ગીતકાર, સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકે કામ કર્યું હતું,  જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોમાંની એક છે. તેમણે પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો 'મૈયરમાં મનડું નથી લાગતું' અને 'ગામમાં પિયરીયુને ગામમાં સાસારિયુ' માટે પણ સંગીત આપ્યું છે.૨૦૧૬માં, અરવિંદભાઈને મોરારી બાપુ તરફથી કવિ કાગ એવોર્ડ મળ્યો છે.

Showing the single result