Avantika Gunvant
10 Books / Date of Birth:- 17-02-1937 / Date of Death:- 09-12-2017
અવંતીકાબેન ગુણવંત ગુજરાતી લેખિકા છે. તેઓ અંગ્રેજી અને સાયકૉલોજી સાથે બી. એ. તથા ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ. એ. થયેલા છે. 1961-1969 રસરંજન  બાલ અઠવાડિકનું સંપાદન 1969-1975 બાલ ભારતી પ્રકાશન – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું  લેખન અને પ્રકાશન વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્રસમાચાર (ભાવનગર), હલચલ,  અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા 2004 - 2005  ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા. ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં 'ગૃહ ગંગાને તીરે' વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણજેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે. આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી,  હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર વગેરે એમની ખૂબ જાણીતી રચનાઓ છે. તેઓને ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “ એનાયત થયેલ છે.