Bakul Bakshi
21 Books / Date of Birth:- 1941 / Date of Death:- 14-06-2018
કોલકાતામાં જન્મેલા બકુલ બક્ષીએ સ્કૂલ તથા કૉલેજ અભ્યાસ ત્યાં જ કર્યો છે. બી. કોમ. થયા બાદ 1965માં ઇન્ડિયન રૅવન્યુ સર્વિસમાં જોડાયા. મુંબઈ કસ્ટમમાં ઉચ્ચ અધિકારીના હોદ્દાઓ સંભળ્યા બાદ ચીફ કમિશનર નિમાયા હતા. ત્યારબાદ સર્વિસ ટેક્સના ડાયરેક્ટર જનરલ તથા સેન્ટ્રલ એકસાઈઝનાં સેટલમેન્ટ કમિશનના સદસ્ય તરીકે કાર્યરત હતા. નાણાં મંત્રાલયનો બહોળો અનુભવ ધરાવતા બકુલ બક્ષી આખા દેશમાં કસ્ટમ વિભાગમાં આ ઉચ્ચ સ્થાન પર પહોંચનાર એકમાત્ર ગુજરાતી હતા. વિશ્વ કસ્ટમ સંઘ અને વિશ્વ વ્યાપાર સંઘમાં ભારતનું પ્રતિનિધત્વ કરી ચૂક્યા છે. ઉત્કૃષ્ટ કામગીરી માટે 1997માં એમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ મળી ચૂક્યો છે. અંગ્રેજીમાં લખવાની શરૂઆત કર્યા બાદ ગુજરાત અને મુંબઈના મુખ્ય સમાચારપત્રોમાં નિયમિતરૂપે લખતા રહ્યા. 'કુમાર' માસિકમાં પ્રથમ વાર્તા છપાયા બાદ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે ટૂંકીવાર્તા દ્વારા પ્રવેશ કર્યો. પ્રથમ વાર્તાસંગ્રહ 'મજલિસ'ને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો. અગિયાર પુસ્તકો લખ્યા બાદ ગુજરાતી અને અંગ્રેજીમાં થોડી કવિતાઓ પણ લખી છે. અમુક વાર્તાઓનાં અનુવાદ અંગ્રેજી, હિન્દી અને મલયાલમમાં છપાયા છે.

Showing all 21 results