Bakul Tripathi
7 Books / Date of Birth:- 27-11-1928 / Date of Death:- 31-08-2006
બકુલ ત્રિપાઠી ગુજરાતના જાણીતા હાસ્યલેખક, નિબંધકાર, નાટ્યલેખક, કવિ તેમજ કટારલેખક હતા. તેમનો જન્મ નડીઆદ ખાતે થયો હતો. તેમણે M.Com. LL.B. સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં પ્રૉફેસર તરીકે ફરજ બજાવી. `ગુજરાત સમાચાર' દૈનિકમાં પ્રકાશિત થતી તેમની કૉલમ `સોમવારની સવારે' સતત 53 વર્ષ સુધી (1953 થી 2006) અવિરતપણે ચાલુ રહેવાનો `લિમ્કા બુક ઑફ રેકર્ડ' ધરાવે છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, ‘કુમાર સુવર્ણચંદ્રક’, ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ તથા ગુજરાત સરકારના અનેક પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા. 50 ઉપરાંત વર્ષોની લેખન કારકિર્દી દરમિયાન તેમણે ગુજરાતી ભાષાને 20 મૂલ્યવાન પુસ્તકો આપ્યા છે. જેમાં 16 પુસ્તકો હાસ્યનિબંધો અને હાસ્યલેખોનાં, 2 નાટક, 1 કાવ્યસંગ્રહ અને હાસ્યને વિવિધ 18 રીતે પ્રગટાવતી રચનાઓના વિશિષ્ટ પુસ્તક ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી’નો સમાવેશ થાય છે. તેમનાં બધાં જ પુસ્તકો ગુજરાતી ભાષામાં બેસ્ટસેલર બન્યાં છે.