Bhagvatikumar Sharma
8 Books / Date of Birth:- 31-05-1934 / Date of Death:- 05-09-2018
ભગવતીકુમાર શર્મા ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકીવાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને 1984માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને 1988માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો હતો. તેમનો જન્મ હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં સુરત ખાતે થયો હતો. તેમણે 1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી. તેઓ 1955માં ‘ગુજરાતમિત્ર’ના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ 2009-11 દરમિયાન ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના અધ્યક્ષ રહ્યા હતા. 2005માં તેમના પુસ્તક ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. 2017માં તેમને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નો ‘સાહિત્ય રત્ન ઍવૉર્ડ’ મળ્યો હતો.