Dhruv Bhatt
10 Books / Date of Birth:- 08-05-1947
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. ધ્રુવ ભટ્ટનો જન્મ બોટાદ જિલ્લાનાં નીંગાળામાં થયો હતો. ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા. તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ૧૯૮૮માં પ્રકાશિત થઇ હતી, જે મહાભારત પર આધારિત હતી. ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે. ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. તેમને તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે (૧૯૯૩) અને તત્ત્વમસી (૧૯૯૮) માટે ખ્યાતિ મળી. તેમની અન્ય નવલકથાઓ અતરાપી (૨૦૦૧), કર્ણલોક (૨૦૦૫), અકૂપાર (૨૦૧૧), લવલી પાન હાઉસ (૨૦૧૨) અને તિમિરપંથી (૨૦૧૫) છે. ગાય તેના ગીત (૨૦૦૩) અને શ્રુણવંતુ તેમનો કવિતા સંગ્રહ છે. સમુદ્રાન્તિકે નવલકથાને અંગ્રેજીમાં વિનોદ મેઘાણીએ ૨૦૦૧માં ‘ઓસનસાઈડ બ્લૂઝ’ તરીકે અનુવાદિત કરી હતી. તેમના પુસ્તક અકૂપાર પરથી એ જ નામનું નાટક અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં બનાવવામાં આવ્યું છે. આ નાટકને ટ્રાન્સમીડિયા અવોર્ડ સમારંભ ૨૦૧૩માં બે પુરસ્કારો મળ્યા હતા. તેમના પુસ્તક તત્વમસિ પરથી ગુજરાતી ચલચિત્ર રેવા ૨૦૧૮માં રજૂ થયું હતું. તેમની નવલકથા તત્વમસિ માટે તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૯૮-૯૯નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ૨૦૦૫માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અતરાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.

Showing all 10 results