Father Varghese Paul
17 Books
ફાધર વર્ગીસ પૉલ ગુજરાતમાં ઈસુસંઘની સાધુ-સંસ્થાના ધર્મગુરુ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ગુજરાતી ભાષાઓ સાથે સ્નાતક થયા છે. તેઓ પૂણે ખાતે જ્ઞાનદીપ વિદ્યાપીઠમાંથી તત્ત્વજ્ઞાનમાં અને રોમ ઇટલી) ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાંથી ધર્મશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રીઓ ધરાવે છે. તેમણે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં વ્યાવસાયિક પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સર્જનાત્મક લખાણો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવનાર ફાધર વર્ગીસ કુલ 43 પુ્સ્તકોના લેખખ છે. ઉચ્ચ અભ્યાસ માટે અને આંતરરાષ્ટ્રીય કૅથલિક અખબાર પરિષદ (UCIP)ની કારોબારીમાં કે વિશ્વસંમેલનમાં ભાગ લેવા માટે તેમજ પત્રકાર તરીકેની સેવા અર્થે ફાધર વર્ગીસે યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના 34 દેશોની અવારનવાર મુલાકાત લીધી છે.

Showing all 17 results