Harish Minashru
1 Book / Date of Birth:- 03-01-1953
હરીશ મીનાશ્રુ (મૂળ નામ: હરીશ કૃષ્ણારામ દવે) ગુજરાતી સાહિત્યકાર છે. હરીશ મીનાશ્રુનો જન્મ ગુજરાતના આણંદમાં થયો હતો. તેમણે આણંદની દાદાભાઇ નવરોજી (ડી.એન.) હાઇસ્કૂલમાંથી 1962 થી 1969 દરમિયાન અભ્યાસ કર્યો હતો. મીનાશ્રુએ તેમની કારકીર્દિની શરૂઆત માર્ચ 1977માં બેંક ઑફ બરોડાથી કરી હતી. તેમણે આ બેંકની કેટલીક શાખાઓનું નેતૃત્વ કર્યું હતું અને માર્ચ 2001 માં આણંદની અમૂલ ડેરી રોડ શાખાના વરિષ્ઠ મેનેજર તરીકે સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા.તે આણંદના બાકરોલ ગામમાં રહે છે. જેમની કવિતાઓ લોકહૈય છે તેવા હરીશ દવે પોતના કવિ તરીકેના નામ હરીશ મીનાશ્રુ તરીકે વધારે જાણીતા છે. આધુનિક ગુજરાતી સાહિત્યની શૈલીમાં કવિતાઓ લખતા આ કવિની રચનાઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, મલયાલમ, મરાઠી, કન્નડ, અંગ્રેજી અને જર્મન ભાષાઓમાં પણ રૂપાંતરિત થઇ છે. તેમના સર્જનમાં સુનો ભાઈ સાધો, તાંદુલ, બનારસડાયરી, ધ્રીબાંગસુંદર એની પેરે ડોલ્યા જેવા સંગ્રહનો સમાવેશ થાય છે. તેમને કલાપિ, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ અને નરસિંહ મેહતા એવોર્ડ મળી ચુક્યા છે.

Showing the single result