Harkishan Mehta
22 Books / Date of Birth:- 25-05-1928 / Date of Death:- 3-04-1998
હરકિસન લાલદાસ મહેતા ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક હતા. તેમણે ઘણી નવલકથાઓ લખી છે.હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં  થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું. ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો.તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા. ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાંઅમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠચંબલ તારો અંજાપોમાણસ નામે ગુનેગારસંસારી સાધુભેદ-ભરમદેવ-દાનવઅંત-આરંભપાપ-પશ્ચાતાપજોગ-સંજોગજડ-ચેતન, સંભવ-અસંભવતરસ્યો સંગમપ્રવાહ પલટાયોમુક્તિ બંધનશેષ-વિશેષવંશ-વારસભાગ્ય સૌભાગ્યલય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી.સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું.સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.

Showing all 22 results