Jaybhikhkhu
2 Books / Date of Birth:- 26-06-1908 / Date of Death:- 24-12-1969
બાલાભાઈ વીરચંદ દેસાઈ, જેઓ જયભિખ્ખુ તરીકે જાણીતા હતા, તેમનો જન્મ રાજકોટના વીંછિયા ખાતે થયો હતો. ગુજરાતી સાહિત્યકાર,  નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, તરીકે પ્રખ્યાત છે. તેઓએ જૈન કથાવસ્તુમાંથી સામ્પ્રદાયિક તત્વ કાઢી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું અને અલગ અલગ રચનાઓમાં અલગ અલગ ધર્મોના સારા તત્વોને પ્રકાશમાં આણ્યા. તદઉપરાંત ઉગતી પેઢીના ઘડતરને લક્ષ્યમાં રાખીને લખાયેલું કિશોર અને પ્રૌઢ સાહિત્ય તેમની મૂલ્યવાન સમાજસેવા છે.મુંબઇની સંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં દાખલ થયા, તે સંસ્થાનું સ્થળાંતર થતાં કાશી,આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં નવ વર્ષ રહી સંસ્કૃત, હિન્દી,ગુજરાતી, અંગ્રેજી ભાષાઓનો અભ્યાસ કર્યો.જૈન તત્વજ્ઞાન અને જૈનદર્શનનો અભ્યાસ કરીને ‘કલકત્તા સંસ્કૃત એસોસિએશન’ની ‘ન્યાયતીર્થ’ તથા ગુરુકુળની ‘તર્કભૂષણ’ પદવીઓ પ્રાપ્ત કરી, સંસ્કૃત કાવ્યો અને નાટકોનો અભ્યાસ પણ કર્યોકુલ ૧૩ કૃતિઓને ૧૬ પુરસ્કારો મળ્યા. ‘દિલના દીવા’ અને ‘ચક્રવર્તી ભરતદેવ’ને સુવર્ણચંદ્રક મળ્યો, તેમના નામ પરથી અમદાવાદમાં એક માર્ગને નામ આપવામાં આવ્યું છે. ૧૯૨૯ થી સાહિત્ય સર્જનનો આરંભ કર્યો, 'ભિક્ષુ સાયલાકર'ના ઉપનામથી ગુરુજીનું જીવનચરિત્ર લખ્યું. ૧૯૩૩ માં અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો. 'જૈનજ્યોતિ'; 'વિદ્યાર્થી' તથા 'રવિવાર' નામનાં સામયિકોમાં લેખનકાર્ય કર્યું. ગુજરાત સમાચાર દૈનિકપત્રમાં ‘ઈંટ અને ઇમારત’ નામક અત્યંત સફળ કટારનું સંચાલન કર્યું. 'ગુજરાત સમાચાર'ના બાલસાપ્તાહિક 'ઝગમગ'માં મહત્વના લેખક બની રહ્યા. સામયિકો અખંડ આનંદ, જનકલ્યાણ, નડિયાદના ‘ગુજ.ટાઇમ્સ’માં ‘ફૂલ ને કાંટા’ નું સંચાલન કર્યું. સૌરાષ્ટ્રના ‘જયહિન્દ’ અને ‘ફૂલછાબ’માં ધારાવહિક નવલકથાઓ તથા લેખો લખ્યા.મુદ્રણકળાના કસબી તરીકે ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના પ્રેસના સંચાલનમાં મદદ કરી. શ્રી જીવનમણિ સદ્ વાચનમાળા ટ્રસ્ટની સ્થાપના અને સંચાલનમાં અગ્રેસર રહ્યા. નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ ઉપરથી કનુ દેસાઈ દ્વારા ‘ગીત ગોવિંદ’ ચલચિત્રનું નિર્માણકાર્ય કર્યું.  

Showing all 2 results