Kishor Makwana
3 Books
 ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. સભ્ય વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત `નેહરુ મૅમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી'માં સભ્ય. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનના બૉર્ડ મૅમ્બર. લગભગ 30 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. દિવ્ય ભાસ્કર દૈનિકની રવિપૂર્તિમાં સૉશિયલ નેટવર્ક કૉલમના કૉલમિસ્ટ છે. ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી સ્થાપક Mission BHIM વેબસાઇટ (આ વેબસાઇટ દ્વારા ડૉ. આંબેડકરના ગ્રંથો અને વિચારોનો પ્રચાર-પ્રસાર) પુસ્તક સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, સફળતાનો મંત્ર, સમર નહીં સમરસતા, કૉમનમૅન નરેન્દ્ર મોદી (આ પુસ્તકનો દેશની ઘણી ભાષામાં અનુવાદ થયો તેમજ એના પરથી eros now પર વૅબસિરીઝ બની) ક્રાંતિવીર બીરસા મુંડા, યુગપ્રવર્તક શિવાજી મહારાજ વગેરે જેવા વિષય પર 33 કરતા વધુ પુસ્તકો છે. ડૉ. આંબેડકર પર તેમનાં 9 પુસ્તકો છે. તેમણે અનેક પુસ્તકોનાં અનુવાદો તેમજ સંપાદનો કર્યાં છે. તેમનાં પુસ્તકોનાં દેશની અનેક ભાષામાં અનુવાદ થયાં છે. પુરસ્કાર કિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે ‘સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ માટેના પત્રકારત્વ બદલ નચિકેતા પુરસ્કાર. નેપાળ ‘બૌદ્ધ ઇન્ટરનેશલ મિશન' તરફથી ‘તથાગત પુરસ્કાર'થી સન્માનિત. પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્ય પુરસ્કારથી સન્માનિત. ગુજરાત ગૌરવથી સન્માનિત. અનેક સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માનિત. પ્રવાસ અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિક લાહોર બસયાત્રા સમયે પત્રકાર તરીકે લાહોર યાત્રા કરી છે. ઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન, મોરિશસ, ભૂતાનની મુલાકાત. ડૉ. આંબેડકર, બંધારણ, રાષ્ટ્રીયતા અને સામાજિક સમતા-સમરસતા જેવા વિષયો દ્વારા સમાજ વૈચારિક રીતે જાગૃત થાય એ માટે અત્યાર સુધીમાં આ વિષય પર દેશની અનેક ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા છે.