Kishorelal Mashruwala
1 Book / Date of Birth:- 05-10-1890 / Date of Death:- 09-09-1952
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલા ભારતીય ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં થયો અને આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માસી પાસે જઈને રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ કર્યો. ત્યાં હિંદી તથા ઉર્દૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. અને ૧૯૧૩માં એલ.એલ.બી. થયા. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭ થી ૧૯૧૯ સુધી શિક્ષક તરીકે સેવાઓ આપી. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર બનવાનું માન તેમને મળ્યું છે. આ અરસામાં એમને કાકાસાહેબ કાલેલકર મારફતે, આશ્રમમાં કેદારનાથજીનો પરિચય થયો. એમની સાથેની ચર્ચાવિચારણાઓના પરિપાકરૂપે સાંપ્રદાયિક શ્રદ્ધાઓ કે પરંપરાપ્રાપ્ત માન્યતાઓને વિવેકદ્રષ્ટિથી, શાંત અને સ્થિર ચિત્તે ચકાસી, તેમાંથી જીવનોત્કર્ષ સાધક સત્યનું જ ગ્રહણ કરવાની આત્મશક્તિનો ઉદય થયો. ૧૯૩૪ થી ૧૯૩૮ સુધી ગાંધી સેવા સંઘના પ્રમુખ રહ્યાં. દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેતાં ૧૯૩૦, ૧૯૩૨, તથા ૧૯૪૨ માં વધતા-ઓછા પ્રમાણમાં કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૪૬થી જીવનપર્યત હરિજન પત્રના તંત્રી સ્થાને રહ્યા.

Showing the single result