Madhuri Desai
1 Book
બાળશિક્ષણના ક્ષેત્રમાં છેલ્લાં પચાસ વર્ષથી કાર્યરત શ્રીમતી મધુરી દેસાઈનો જન્મ ખેડા જિલ્લાના ઉમરેઠમાં થયો. માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધા બાદ એસ.એન.ડી.ટી. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. ભાવનગર દક્ષિણામૂર્તિ સંસ્થાથી બાલઅધ્યાપન પ્રાવીણ્ય તેમ જ એમ. એસ. યુનિવર્સિટીથી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ સાઇકૉલૉજીના ડિપ્લોમા મેળવ્યા. 1951થી 1960 સુધી એમ.એસ. યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ શાળામાં જોડાયા. 1961થી 1991 દિલ્લી સ્થિત સરદાર પટેલ વિદ્યાલયના નર્સરી વિભાગમાં કાર્યરત રહ્યાં. 1985માં તેઓને રાજા રામમોહન રૉય ઍૅજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી તેમના યોગદાનને આવકારતો ઍવૉર્ડ એનાયત થયો. નિવૃત્તિ બાદ શ્રી દિલ્લી ગુજરાતી મહિલા સમાજ સ્થાપિત ‘શિશુમંગલ નર્સરી’માં માર્ગદર્શક રૂપે રહ્યાં.

Showing the single result