Mahendrasinh Parmar
1 Book / Date of Birth:- 02-10-1967
મહેન્દ્રસિંહ પરમાર એ ગુજરાતી લેખક અને પ્રોફેસર છે. પોલિટેકનિક (૨૦૧૬) અને રખડુનો કાગળ (૨૦૧૬) એ તેમની જાણીતી કૃતિઓ છે. તેમણે નાટકો પણ લખ્યા છે. તેમનો જન્મ કચ્છ જિલ્લામાં આવેલા નલિયામાં થયો હતો. તેમણે ૧૯૯૮માં ભાવનગર વિશ્વવિદ્યાલયમાંથી ગુજરાતી સાહિત્યમાં માસ્ટર ઑફ આર્ટસ‌ની પદવી મેળવી અને તે જ વિશ્વવિદ્યાલયમાંથી ૧૯૯૮ માં પીએચ.ડી. ની પદવી મેળવી. ૧૯૯૬ થી તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ૨૦૦૨થી તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ સંગ્રહોમાં પ્રગટ થઈ. તેમણે વાચિકમ શીર્ષક હેઠળ સાહિત્યિક કૃતિઓના જાહેર વાચનના ઘણાં કાર્યક્રમો કર્યા છે. તેમની વિવેચનાત્મક કૃતિઓ ૨૦૦૯માં પ્રથમ શિર્ષક હેઠળ પ્રકાશિત થઈ. પોલિટેકનિક (૨૦૧૬) એ તેમનો વાર્તાસંગ્રહ છે જ્યારે રખડુ નો કાગળ (૨૦૧૬) એ તેમના વ્યક્તિગત નિબંધોનો સંગ્રહ છે. તેમણે એકાધિક નાટકો લખ્યા છે. તેમનો વાર્તાસંગ્રહ પોલિટેકનિક (૨૦૧૬) દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦) માટે વિચારણીય કૃતિ (shortlisted) તરીકે પસંદગી પામ્યો હતો.

Showing the single result