Manilal H. Patel
5 Books / Date of Birth:- 09-11-1949
મણિલાલ હ.પટેલ ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને ૧૯૯૪-૯૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૨૦૦૭માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયેલાં છે. તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં અંબાબેન અને હરિદાસને ત્યાં થયો હતો. તેમણે ૧૯૬૭માં એસ.એસ.સી., ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઇડરમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય અને ૧૯૮૭માં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે રીડર તરીકે જોડાયા. બાદમાં તેમણે પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે પદોન્નતિ મેળવી. ૨૦૧૨માં તેઓ નિવૃત થયા. ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩), ‘સાતમી ઋતુ’ (૧૯૮૮),  ‘ડુંગર કોરી ઘર કર્યા’ (૧૯૯૬), ‘પતઝડ’ (૧૯૯૯ હિન્દી) તથા ‘વિચ્છેદ’ (૨૦૦૬) તેમના કાવ્યસંગ્રહો છે. ‘રાતવાસો’ (૧૯૯૩), ‘લલિતા’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧), ‘સદાબહાર વાર્તાચયન’ (૨૦૦૨), ‘અંજળ’ (૨૦૦૪) તથા ‘સુધા અને બીજી વાર્તાઓ’ (૨૦૦૭) તેમના નવલિકા સંગ્રહ છે. ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫) એ તેમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ છે. ‘હું તો નિત્ય પ્રવાસી’ એ તેમનો પ્રવાસનિબંધ છે. ‘તરસ્યા મલકનો મેઘ’ (૨૦૦૭) એ પન્નાલાલ પટેલનું જીવનવૃતાંત છે. ‘કવિતાનું શિક્ષણ’ (૧૯૭૯), જીવનકથા (૧૯૮૬),[૩] ‘ઇશ્વર પેટલીકર (૧૯૮૪), ‘નિંબંધકાર સુરેશ જોષી’ (૧૯૮૯), ‘પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો’ (૧૯૯૯), ‘સર્જક રાવજી પટેલ’ (૨૦૦૪), ‘ગુજરાતી પ્રેમ કવિતા’ (૧૯૬૩) એ તેમના વિવેચન સંગ્રહો છે

No products were found matching your selection.