Mohan Parmar
10 Books / Date of Birth:- 15-03-1948
મોહન પરમાર ગુજરાતી ભાષાના ટૂંકીવાર્તા લેખક, નવલકથાકાર અને વિવેચક છે. તેઓ અગાઉ હરીશ મંગલમની સાથે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના સામયિક ‘હયાતી’ના સંપાદક હતા. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક સામયિક ‘પરબ’ના નાયબ સંપાદક તરીકે સેવા આપી હતી. તેમનો જન્મ મહેસાણાનાં ભાસરીયા ગામમાં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1984માં MA પૂર્ણ કર્યું, ચંદ્રકાંત ટોપીવાલાના માર્ગદર્શન હેઠળ 1994માં ‘સુરેશ જોશી પછીની ટૂંકી વાર્તાના વિશિષ્ટ આયામ’ વિષય પર શોધનિબંધ તૈયાર કર્યો. તેમણે તેમના લઘુ વાર્તા સંગ્રહ ‘આંચળો’ માટે 2001નો ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ મળ્યો હતો. આ ઉપરાંત ‘ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર’ (2000-01), ‘સંત કબીર (2003) અને પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક (2011) મળેલ છે. તેઓ ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગરના નિવૃત પ્રશાસનિક અધિકારી છે.