Mohanlal Chunilal Dhami
31 Books / Date of Birth:- 13-06-1905 / Date of Death:- 02-04-1981
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક હતા. તેમણે ૧૭૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમની સાહિત્યિક કૃતિ મોટાભાગે જૈન સાહિત્ય પર આધારિત છે.કરાયું હતું. તેમનો જન્મ પાટણ ખાતે થયો હતો. ધામી બાળપણમાં જૈન સાધુ બનવા માંગતા હતા, સાધુ ન બની શકવાથી, તેમણે આજીવન દૂધકપનો ત્યાગ કર્યો. ઈ. સ. ૧૯૨૮માં તેમણે પાટણની ઉજમશી પિતામ્બરદાસ આયુર્વેદિક કોલેજમાંથી આયુર્વેદ ભૂષણની પદવી મેળવી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી સહિતની ભાષાઓ શીખી હતી. બાદમાં તેમણે આયુર્વેદ શાસ્ત્રીની પરીક્ષા પાસ કરી. તેઓ દર્દીઓ પાસે સારવારના પૈસા લેતા ન હતા. ઘણાં વર્ષો સુધી, તેમણે ગુજરાતી વર્તમાન પત્ર જયહિંદમાં તંત્રી લેખ લખ્યા. તે વાચકોમાં લોકપ્રિય હતા અને એક સમયે તે ૫ વર્તમાન પત્રો/સામાયિકો માટે ધારાવાહિક નવલકથા લખતા હતા. તેમણે લોકસંગીતને અમુક સંગીત રેકોર્ડ બનાવી છે. તેમના પુત્ર વિમલ મોહનલાલ ધામી પણ લેખક છે.તેઓ રાવણહથ્થો નામનું સંગીતવાદ્યો વગાડતા હતા.તેમણે પોતાના લેખનમાં વિવિધ પ્રકારના સાહિત્ય જેવા કે બાળસાહિત્ય, પ્રવાસ વર્ણનો, નિબંધો, જીવનચરિત્ર, નવલકથાઓ, વાર્તાઓ, ધર્મ, ઇતિહાસ વગેરેને આવરી લીધું છે. તેમણે લગભગ ૨૦૦ ગીતો અને ચારણી ગીતો લખ્યા છે. તેમણે વરઘેલી, એના ચરણે અને ભણેલી વહુ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો લખ્યા છે .  તે મૃદુલ અથવા બાઝીગર ઉપનામ હેઠળ લખતા . ૧૮ વર્ષની ઉંમરે, તેમણે આત્મા વિનોદ નામનું પોતાનું પહેલું પુસ્તક લખ્યું.  તેમણે કોકિલ નામનું એક સામયિક પ્રકાશિત કર્યું હતું.

Showing 1–30 of 31 results