Nagindas Parekh
3 Books / Date of Birth:- 30-08-1903 / Date of Death:- 19-01-1993
પારેખ નગીનદાસ ‘ગ્રંથકીટ’ વિવેચક, સંપાદક, અનુવાદક હતા. તેમણે ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદારના હાથ નીચે બંગાળીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં ગયા હતા. ત્યાં તેમણે ક્ષિતિમોહન સેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. ઉપરાંત તેઓએ ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.તેમણે ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી કરી હતી. પછી તેઓ ગૂજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક રહ્યા હતા.આ ઉપરાંત તેમણે ૧૯૫૫ થી ૧૯૬૯ સુધી હ. કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યુ. ૧૯૭૦માં દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો.અનુવાદ તરીકેની એમની કામગીરી મહત્વપૂર્ણ છે. બંગાળી સાહિત્યનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકોના એમણે ગુજરાતી અનુવાદ કર્યો છે