Narayan Murty
1 Book / Date of Birth:- 20/08/1946
નારાયણ મૂર્તિ ગ્લોબલ સૉફ્ટવેર કન્સલ્ટિંગ કંપની ઈન્ફોસીસ લિમિટેડના સ્થાપક છે, જેની સ્થાપના તેમણે ભારતમાં બેંગ્લોર ખાતે 1981માં કરેલી. 1981થી 2002ના સમયગાળામાં તેઓ આ કંપનીના CEO તરીકે અને 1981થી 2001ના ગાળામાં તેમણે ઈન્ફોસીસના ચૅરમૅન તરીકે તેમજ મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપી છે. 1999માં તેમની લીડરશીપમાં જ આ કંપની નેસ્ડાક્માં લિસ્ટેડ થયેલી અને હાલમાં તેઓ વયમર્યાદાને કારણે ઈન્ફોસીસમાંથી નિવૃત્ત થયા છે પણ માનદ્સેવાઓ આપવાનું તો એમણે ચાલુ જ રાખ્યું છે.ભારતમાંથી ITક્ષેત્રે આઉટસોર્સિંગની સેવાઓ આપવામાં મૂર્તિએ ગ્લોબલ ડિલિવરી મોડલનો મહત્ત્વનો અને નોંધપાત્ર ઉપયોગ કર્યો છે. ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સની શરૂઆત કરવાનો શ્રેય નારાયણ મૂર્તિને ફાળે જાય છે. હાલમાં તેઓ એશિયાના વિવિધ દેશોમાં IT ઍડવાઈઝર તરીકેની સેવાઓમાં કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ફોર્ડ ફાઉન્ડેશન, ર્હોડ્સ ટ્રસ્ટ, ધ ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ અને UN ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર તરીકેની પણ સેવાઓ આપી રહ્યા છે. 2008થી 2012 સુધીમાં તેમણે HSBCના બોર્ડ મેમ્બર તરીકે, 2007 અને 2010ના સમયગાળામાં યુનિલિવરના બોર્ડ મેમ્બર તરીકે, 2002થી 2012ના ગાળામાં ઇન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના ચૅરમૅન તરીકે અને 2002થી 2007 દરમિયાન અમદાવાદની IIMમાં ચૅરમૅન તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત તેમણે કાર્નેલ યુનિવર્સિટી, સિંગાપોર મૅનેજમૅન્ટ યુનિવર્સિટી, પેરિસની INSED વ્હોર્ટન સ્કૂલમાં અને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાં પણ પોતાની સેવાઓ આપી છે.2012માં ફોર્ચ્યુન મેગેઝિનમાં મૂર્તિને `12 ગ્રેટેસ્ટ એન્ટ્રેપેન્યોર ઑફ અવર ટાઈમ'માં માનભર્યું સ્થાન મળ્યું છે. `ઇકોનોમિસ્ટે' તેમને 2005ના દસ સૌથી વધુ પ્રશંસનીય ગ્લોબલ બિઝનેસ લીડર્સમાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત ભારત સરકારે તેમને પદ્મવિભૂષણ તરીકે, બ્રિટિશ સરકારે CBE તરીકે અને ફ્રાન્સ સરકારે લશ્કરી સન્માન આપીને તેમને તેમજ તેમના કાર્યને નવાજ્યા છે. તેઓ એવા પહેલા ભારતીય છે જેમણે Ernst and young's world Enterpreneurનો તત્ત્કાલીન વર્ષનો ઍવૉર્ડ મેળવ્યો છે. વળી, બિઝનેસ વીક, ટાઈમ, CNN, ફોર્ચ્યુન, ઈન્ડિયા ટુડે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, ફોર્બ્સ એન્ડ ફાઈનાન્સિયલ ટાઈમ્સ જેવા મૅગેઝિનોએ તેમને શ્રેષ્ઠ બિઝનેસમૅન અને ઉત્તમ ઈનોવેટર તરીકે પોંખ્યા છે.આ ઉપરાંત તેઓ ઈન્ડિયન નેશનલ એકૅડમી ઑફ એન્જિનિયરિંગ તેમજ US નેશનલ એકૅડમી ઑફ એન્જિનિયરિંગના ફોરેન મેમ્બર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. કેલિફોર્નિયાના ટૅક મ્યુઝિયમ દ્વારા Hoover મેડલ અને James C. Morgan Global Humanitarian ઍવૉર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેમણે 2007માં USAના ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સમાંથી Ernst Weberનો મેડલ મેળવ્યો છે. ભારત અને વિદેશમાંથી મેળવેલી લગભગ 25 જેટલી તો એમની પાસે ઑનરરી ડૉક્ટરેટની ડીગ્રીઓ છે.નારાયણ મૂર્તિ ભારતનું જ નહીં, સમગ્ર વિશ્વનું ઘરેણું છે.
Social Links:-

Showing the single result