નટવર ગોહેલ
બાળ-કિશોરોનાં મન સુધી પહોંચવું અને તેનાં રસ-રુચિના મનોભાવને ઝીલવા તથા તે સંદર્ભનો ઉપક્રમ કરવો તે બાળસાહિત્યકાર માટે કસોટીકાળ બની રહે છે. સાહસ, શૌર્ય અને રહસ્યના વિષયો સાથે કેટલાક સુસંગત બને છે, તો કેટલાક વિજ્ઞાન અને અંતરિક્ષના ગહન અંત સુધી ગતિ કરવા ઉત્સુક હોય. નટવર ગોહેલ વર્ષોથી આ તમામ પાસાંઓ પર બાળવાર્તાનું સર્જન કરતા આવ્યા છે. લેખક નટવર ગોહેલની કલમે સર્જાયેલાં પાત્રો પણ બાળ-કિશોરના સાથી બની ચૂક્યાં છે. તેમણે સર્જેલા સાહસવીર સારંગ-નારંગ તો આબાલવૃદ્ધ સૌના સાથી બની ગયા છે, એમાંયે સાહસ સાથે અવનવા હળવા રંગતના રંગો પાથરતાં પાત્રો ડોલી-ડમડમ તો ગજબનાં લોકપ્રિય બન્યાં છે. ફક્કડના ફડાકા નામના પાત્રોની ચાતુરી કથાઓ તો લાખો બાળ-કિશોરોનાં દિલને જીતી ચૂકી છે. આવા કુશળ બાળ-વાર્તાસર્જક નટવર ગોહેલ સારંગ-નારંગ સાથે દેશપ્રેમની યશોગાથા લઈને પ્રસ્તુત થયા છે. ‘ભારત માતા કી જય’.