Nimitt Oza (Dr.)
17 Books / Date of Birth:- 03-10-1981
ડૉ. નિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છે, જેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. ઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતા એક સંવેદનહીન સર્જન અને થિયેટરની બહાર એક આકર્ષક ભાવવિશ્વનું સર્જન કરતા એક અતિસંવેદનશીલ સર્જક.તેમના જ શબ્દોમાં કહીએ તો તેમનાં આ બે અલગ અલગ સ્વરૂપોને, તેઓ ‘બનવા’ અને ‘હોવા’ વચ્ચેનો તફાવત કહે છે. યુરોલૉજીસ્ટ તેઓ બન્યા, જ્યારે લેખક તેઓ હતા. મેડિકલ સાયન્સની ઔપચારિક શિક્ષા અને તાલીમ લઈને એક સુપર-સ્પેશિયાલિસ્ટ સર્જન ‘બનવામાં’ તેમણે જીવનનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાંખ્યાં, પણ એ દરમિયાન તેમણે જાતની અંદર રહેલા સર્જકને હંમેશાં જીવતો રાખ્યો. યુરોલૉજીસ્ટની ચામડી નીચે સુષુપ્ત અવસ્થામાં સૂતેલો એક સંભવિત સાહિત્યકાર ત્યારે બેઠો થયો, જ્યારે તેમના અંગત જીવનમાં એક ભયંકર તોફાન આવ્યું.કઈ દુર્ઘટનાને કારણે તેઓ ‘લેખન-પ્રવૃત્તિ તરફ વળ્યા?’ એનો જવાબ ‘છાપવા’ને બદલે, તેઓ રૂબરૂમાં ‘આપવા’નું પસંદ કરે છે. કારણ જે પણ હોય, એમના દ્વારા થયેલું શબ્દકર્મ આજે અનેકને પ્રેરણા, શાતા, નિરાંત અને હિંમત આપે છે, એ વાત નિર્વિવાદ છે. એમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ જ એમની ‘રીલેટેબલ’ અભિવ્યક્તિ અને સરળ ભાષા છે.તેમના દ્વારા લખાયેલા દરેક પુસ્તક, દરેક લેખ કે દરેક શબ્દ સાથે આજની યુવાપેઢી ‘કનેક્ટ’ થઈ શકે છે. તેમનાં પુસ્તકો ફક્ત આપણા જ્ઞાનમાં જ નહીં, આપણી પ્રજ્ઞામાં પણ ઉમેરો કરે છે. એ ફેસબુક પર હોય કે દિવ્ય-ભાસ્કરની કૉલમમાં, એમના લખાણમાંથી લટાર માર્યા બાદ ભાગ્યે જ કોઈ વાચક ખાલી હાથે પાછો ફરે છે. એમની પાસે લાગણીઓનો અખૂટ ખજાનો, આલંકારિક ભાષા અને જગતને જોવાની એક નવી દૃષ્ટિ છે. એમની યુનિક રાઇટિંગ સ્ટાઇલ વાચકોને આકર્ષે છે.એમની વાઇરલ થયેલી અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઉપરાંત એમનાં લોકપ્રિય રહેલાં પુસ્તકોમાં ‘માટીનો માણસ’, ‘ઍક્સ્પાયરી ડેટ’, ‘આઇ.સી.યુ.’ (સંબંધોનું ઇન્ટેન્સીવ કેર યુનિટ), ‘જિંદગી તને થૅન્ક્યુ’, ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘શ્વાસની સેરેન્ડિપિટી’નો સમાવેશ થાય છે. અત્યંત લોકચાહના પામેલી એમની બે નવલકથાઓ ‘ક્રોમોઝોમ XY’ અને ‘પપ્પાની ગર્લફ્રૅન્ડ' છે, જે બંને પુસ્તકોની કથા અને વિષયવસ્તુ મેઇન-સ્ટ્રીમથી તદ્દન અલગ, અનન્ય અને અજોડ છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય માટે એનાયત થતો, નવલકથા માટેનો દર્શક ઍવૉર્ડ તેમની પહેલી નવલકથા ‘ક્રોમોઝોમ XY’ને પ્રાપ્ત થયો છે.હાલ, તેઓ દિવ્ય-ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારની કળશ પૂર્તિમાં ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘રસરંગ’ પૂર્તિમાં ‘મનનો મોનોલોગ’ નામની અઠવાડિક કૉલમ લખે છે. તેમનાં તમામ પુસ્તકો rrsheth.com તથા અન્ય સાઇટ્સ પર ઓનલાઇન ઉપલબ્ધ છે.
Social Links:-

Showing all 17 results

  • Aene Mrutyu N Kaho

    200.00

    આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતા, ત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટે મજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથી.... read more

    Category: Banner 2
    Category: Inspirational
    Category: Reflective
  • Aham Brahmasmi

    250.00

    વ્હેન સાયન્સ મીટ્સ સ્પિરિચ્યુઆલિટી   આ જગતમાં ઈશ્વરની હાજરીને લઈને બે વિચારધારાઓ પ્રવર્તી રહી છે. એક છે ટ્રાન્સેન્ડન્સ, જેમાં એવું માનવામાં આવે છે કે ઉપર આકાશમાં ઈશ્વર ક્યાંક વસે છે. આ જગતનું નિર્માણ કરીને, સર્જનહાર પોતે આ જગતને ઉપરથી નિહાળી રહ્યો છે. એણે આ સૃષ્ટિનું સર્જન તો કર્યું છે, પણ... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Novel
    Category: Spiritual
  • Ajwalana Aftershoks

    300.00

    જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ ‘ધરતીકંપ’ જેવી હોય છે. એ પસાર થઈ ગયા પછી પણ એના આફ્ટરશૉક્સ કે ઝટકા અનુભવાયા કરે છે. ક્યારેક જીવનમાં કશુંક એવું બની જાય કે જાણે માથા પર વીજળી પડી હોય અને એ બનાવનો કરંટ કેટલાય સમય સુધી અનુભવાયા કરે. બસ, એમ સમજી લો કે મારા માથે... read more

    Category: New Arrivals
  • Amor Mio

    199.00

    વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ એમોર મીઓ શું છે ? `એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ... read more

    Category: Love Stories
    Category: Short Stories
  • Chromosome XY – English

    225.00

    This is the story of pain, loss, and redefined motherhood. This is a love story, unlike you’ve seen and heard before. The story of a man, who dares to wipe off his masculinity to have the euphoria of motherhood. Yes, this is a singular story of a man conceiving a... read more

    Category: Fiction
    Category: New Arrivals
  • ICU

    ધારો કે એક ક્ષણ આપણે વિચારી લઈએ કે કોઈક દિવસ આપણે આંખો ખોલીએ ત્યારે આપણને જાણ થાય કે આપણે ICUના ખાટલા પર સૂતાં છીએ. આપણી આસપાસ ડૉક્ટરો દોડાદોડી કરી રહ્યા છે. આપણા સગાંવહાલાં એકદમ સ્વસ્થ તબિયત સાથે આપણી સામે ઊભાં છે. આપણને અચાનક એવો અહેસાસ થાય છે કે આપણી પરિસ્થિતિ ગંભીર છે. કેવું લાગશે આપણને ?

    કેટલાંય કામો કરવાનાં બાકી રહી ગયાં હશે, કેટલીય વાતો અધૂરી રહી ગઈ હશે અને કેટલાય સંબંધો જીવવાના બાકી રહી ગયા હશે. કોઈને ગળે મળવાનું બાકી હશે, કોઈનો હાથ પકડવાનું બાકી હશે, કોઈને થૅન્ક્યુ કહેવાનું બાકી હશે. આપણા જીવનસફરમાં જેઓ સતત સાથે રહ્યા છે, તેમને પ્રેમ કરવાનો બાકી રહી ગયો હશે અને જેમને સતત પ્રેમ કર્યો છે, એમને કહેવાનું બાકી રહી ગયું હશે કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.

    ટૂંકમાં, ICUના ખાટલા પર સૂતાં સૂતાં સામેથી પૂરપાટ ઝડપે જ્યારે મૃત્યુ આપણી તરફ આવતું હોય છે ત્યારે ICUના ખાટલા પર સૂતેલી વ્યક્તિને જ નહીં, તેની આસપાસ રહેલા લોકોને પણ એક ખજાનો મળતો હોય છે. એ ખજાનો છે; અફસોસનો. ICU એક પ્રતીતિ છે. સંબંધોની પ્રતીતિ, પ્રેમની પ્રતીતિ, ઘણું બધું કરવાનું હતું અને કશું જ ન કરી શક્યાની પ્રતીતિ અને સૌથી મહત્ત્વનું એ કે ગમતી વ્યક્તિને મન ભરીને ઊજવી ન શક્યાના અફસોસની પ્રતીતિ. જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રિયલાઇઝ કરાવે છે, એવું રિયલાઇઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ જ સ્થળ આપણને નથી કરાવતું.

    150.00

  • Mari Vahali Pariksha

    225.00

    પરીક્ષાને હરાવવાની વાત હું અને પરીક્ષા સાથે મોટા થયા. હું બાળપણથી બહુ સારી રીતે તેને ઓળખું છું. તેની રગેરગથી માહિતગાર છું. પરીક્ષાએ મને હરાવવાના અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ હું હંમેશાં તેને જીતતો આવ્યો છું. અમેરિકાના એક મહાન લેખક માર્ક ટ્‌વેઇને કહેલું છે કે, ‘I have never let my schooling... read more

    Category: Education
    Category: New Arrivals
  • Nimit Oza (Total 9 Books) (Combo Offer)

    1,439.001,799.00

    By Nimitt Oza (Dr.)
    Category: Articles
    Category: Combo Offer
    Category: Inspirational
    Category: Love Stories
    Category: Novel
    Category: Short Stories
  • Parmatma Na Parenting Patro

    175.00

    પરમાત્માના પત્રો એટલે શું ?   આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો... read more

    Category: New Arrivals
    Category: Parenting
  • Ajwala No Autograph

    125.00

    આપણા મગજનું ‘ડિફોલ્ટ મૉડ નેટવર્ક’ આપણને હંમેશાં નૅગેટિવ બાબતો અને વિચારો તરફ આકર્ષિત કરે છે. નૅગેટિવિટી આપણા સ્વભાવમાં છે. આપણા સબ-કૉન્શિયસ માઈન્ડમાં છે. આપણી fb પોસ્ટ કે ફોટા પર આવેલી 99 સારી કમેન્ટ્સને ભૂલી જઈને આપણું મન ફક્ત પેલી એક નૅગેટીવ કમૅન્ટમાં અટવાયા કરે છે. આ ‘નૅગેટિવિટી Bias’ છે અને... read more

    Category: Articles
  • Chromosome XY

    225.00

    અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. જે પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષજાતને સ્વર્ગની સફર કરાવે છે. આ કથા કાલ્પનિક હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું... read more

    Category: Novel
  • Mati No Manas

    225.00

    જાતની પામરતા અને ઈશ્વરની જાહોજલાલીને ઉજવી લેવાનો અવસર માટીનો માણસ ફક્ત એક પુસ્તક નથી, તે એક અવસ્થા છે. એક એવી અવસ્થા જેમાં આપણે સતત હોઈએ છીએ અને છતાં આપણને તેની જાણ નથી થતી. આપણી આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓ અને શક્યતાઓની વચ્ચે, આપણે અખંડ રહી શકીએ છીએ એ ઈશ્વરની મહેરબાની છે.... read more

    Category: Inspirational
  • Pappa Ni Girlfriend

    275.00

    નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું, વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસ વિરુદ્ધ સબ-કોન્શિયસનું. જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં... read more

    Category: Novel