Niranjan Bhagat
15 Books / Date of Birth:- 18-05-1926 / Date of Death:- 01-02-2018
નિરંજન નરહરિભાઈ ભગત એ જાણીતા ગુજરાતી કવિ હતાં. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૪માં મૅટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. કર્યું અને ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા બાદ તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. ૧૯૫૭-૫૮માં તેઓ સંદેશ દૈનિકના સાહિત્ય વિભાગના સંપાદક અને ૧૯૭૭માં ગ્રંથ માસિકના સંપાદક રહ્યા. ૧૯૭૮-૭૯માં તેઓ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા હતા. ૧૯૯૭-૯૮ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૬૩થી ૧૯૬૭ દરમિયાન તેઓ ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીમાં સલાહકાર સમિતિના સભ્ય રહ્યા હતા.છંદોલય (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. કિન્નરી (૧૯૫૦) ગીતસંગ્રહ છે. અલ્પવિરામ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. 

Showing all 15 results