Panna Trivedi
7 Books
પન્ના ત્રિવેદી એક વાર્તાકાર હોવાની સાથે સાથે કવયિત્રી, વિવેચક, સંશોધક, સંપાદક તથા અનુવાદક છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તાસંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો ત્યારથી તેમની લેખનયાત્રા વણથંભી ચાલી રહી છે. તેઓ વ્યવસાયે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાં ગુજરાતી વિભાગમાં આસિ. પ્રોફેસર તરીકે કાર્યરત છે. તે પૂર્વે તેમણે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા તથા અમદાવાદની વિવિધ સરકારી કૉલેજોમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપનકાર્ય કર્યું છે. ‘બરફના માણસો’ તેમનો વાર્તાસંગ્રહ છે. આ પૂર્વે તેમના પાંચ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયેલ છે.ઍવૉર્ડ તથા પુરસ્કારસાહિત્ય અકાદમી, દિલ્લી તરફથી વર્ષ 2005ની ‘ઓથર્સ ટ્રાવેલ ગ્રાન્ટ’થી સન્માનિત.‘એકાંતનો અવાજ’ કાવ્યસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી કવિ દિનકર શાહ ‘જય’ પારિતોષિક.શ્રેષ્ઠ વાર્તા ‘રિહાઈ’ માટે ‘કુમાર’ તરફથી કમલા પરીખ પારિતોષિક, વર્ષ 2012.શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ માટે ‘સફેદ અંધારું’ ધૂમકેતુ ઍવૉર્ડથી સન્માનિત, વર્ષ 2014.ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વાર્તા સંગ્રહ ‘સફેદ અંધારું, વર્ષ 2014 માટે સિસ્ટર ભગિની નિવેદિતા ઍવૉર્ડ.વિવેચનસંગ્રહ ‘પ્રતિસ્પંદ’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક, વર્ષ 2014.કેતન મુનશી ઍવૉર્ડ શ્રેષ્ઠ વાર્તા ‘આંખ’ માટે, વર્ષ 2017.વિવેચન સંગ્રહ ‘યથાર્થ’ માટે કુમાર ફાઉન્ડેશન તરફથી ડૉ. સુરેશ જોષી ઍવૉર્ડ, વર્ષ 2017.‘ટ્રેન ટુ પાકિસ્તાન: એક અવિસ્મરણીય યાત્રા’ વર્ષ 2018ના ‘પરબ’ સામયિકના શ્રેષ્ઠ લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર.

Showing all 7 results

  • Baraf Na Manaso

    165.00

    આગને કદી બરફ થતાં જોઈ છે? આગ - એક એવી આગ જે ક્યારેય ક્યાંય પીગળી ન શકી. જ્યારે ઊંચા ઊંચા અવાજો નાના નાના અવાજોને ગળી જાય છે ત્યારે દબાયેલા એ અવાજો અકથ્ય વેદનાની ઝાળ થઈને સંવેદનશીલ માણસોની ભીતર બાઝી જતા હશે. એ જ આગ જે ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થઈ... read more

    Category: Short Stories
  • Chand Ke Paar

    200.00

    પરંપરાએ નિયતર કરી આપેલ વિશ્વમાં `સ્ત્રી' શબ્દ સાથે `સૌંદર્ય'નો સંદર્ભ ત્વચાની જેમ જોડવામાં આવ્યો છે. સામાજિક સંદર્ભે પણ સ્ત્રી મહદઅંશે પુરુષ દૃષ્ટિકોણથી મુલવાતી આવી છે. જો સ્ત્રી પુરુષની અર્ધાગિની હોય તો એમ કઈ રીતે બને કે અડધું અંગ આઝાદ રહે ને અડધું ગુલામ? એક્સ બરાબર વાય થાય તો વાય બરાબર... read more

    Category: Biography
    Category: New Arrivals
  • Jawahar Tunnel

    175.00

    આતંકવાદના પડછાયામાં કવિતાની છાયા હિંસા અને ઘૃણાનો ઇતિહાસ હરહંમેશ લોહિયાળ રહ્યો છે. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરની સફેદ બર્ફીલી ઘાટીઓ વચ્ચે રહેંસાતા એક સમુદાયની વ્યથા લઈને કવિ અગ્નિશેખર ‘જવાહર ટનલ’ રૂપે આપણી વચ્ચે આવે છે. આ સંવેદના ઉછીની લીધેલી નથી. કવિ પોતે પણ એ જ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળિયાં... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Poetry
  • Mozar

    150.00

    આવી કવિતા કદી જીવ્યા છો? તમે જાતને જાતથી અળગી કરી ક્યારે જોઈ હતી છેલ્લી વાર? કવિતા તમને તમારાથી દૂર લઈ જઈ તમારી સાથે તમારી ઓળખ કરાવે છે. એકલતાનેય સાવ એકલી કરી મૂકે એવા એકાંત વચ્ચે લઈ જઈ જાત અને જગત સાથે જોડે છે. વ્યથિત હૃદયને ઠારે છે. તમારી ભીની આંખ... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Panna Trivedinu Vartavishva

    275.00

    પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો જેટલી વાર્તાઓમાંથી ભરત ઠાકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢારેક વાર્તાની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી... read more

    Category: 2023
    Category: Latest
    Category: May 2023
    Category: New Arrivals
    Category: Short Stories
  • Salagata Chinar

    160.00

    ચિનાર સળગી રહ્યાં છે... હજીય ચિનાર સળગી રહ્યાં છે – વિસ્થાપિતોની ભીતર. ચિનારનું વૃક્ષ કાશ્મીરની ઓળખ છે. આ વૃક્ષના છાંયડા નીચે ક્યારેક એક એ સમુદાય પણ શ્વસતો હતો, જેની નસેનસમાં ચિનારનાં પર્ણોની શિરાઓ હતી, જ્યાંથી રક્ત કાયામાં વહેતું. 1990, જાન્યુઆરીમાં એક એવી ગોઝારી રાત ઊગી કે કાશ્મીરી પંડિતોની આંખો બીજી... read more

    Category: 2023
    Category: August 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Fulbajar

    125.00

    ફૂલબજાર પન્ના ત્રિવેદી પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ ફૂલ બજાર. ફૂલ જેવી કાયાઓની એક-એક ગલીઓમાં કોઈ ને કોઈ વાર્તા બેઠી છે… કણસતી, વલવલતી, રવરવતી, ખળખળતી, છળતી અને છતાં જીવતી - જાગતી - ધબકતી - તમારી પ્રતીક્ષા કરતી. અલબત્ત શક્ય છે કે એ વાર્તાઓ કદાચ હરહંમેશ... read more

    Category: Short Stories