Prafull Kanabar
4 Books
પ્રફુલ્લ કાનાબાર સન 2002થી લેખનક્ષેત્રે કાર્યરત છે. તેમની 175 નવલિકાઓ, બાર લઘુનવલ તથા બે નવલકથા દેશ વિદેશના વિવિધ અખબારો તથા સામાયિકોમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે. જેમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, મુંબઈ સમાચાર, મીડ ડે, ફૂલછાબ, ગુજરાત સમાચાર (UK), ગુજરાત ટાઈમ્સ (USA), ચિત્રલેખા, અભિયાન, અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ઉત્સવ, કૉકટેલ ઝિંદગી, નવચેતન, ફિલિંગ્સ, વાર્તાસૃષ્ટિ, સાધના, પારિજાત, વિરાજ તથા લાવણ્યનો સમાવેશ થાય છે. અમદાવાદ આકાશવાણીમાં તેમની અનેક વાર્તાઓને સ્થાન મળી ચૂકેલ છે. તેમના પ્રથમ પુસ્તક ‘રમત આટા પાટાની’ને આણંદની લય પ્રલય સંસ્થાન દ્વારા વર્ષ 2015ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં તેમની કુલ ચાર વાર્તાઓ ‘પતિવ્રતા’, ‘કન્ફેશન’, ‘આક્રોશ’ અને ‘અજંપો’ ઈનામ વિજેતા ઘોષિત થઈ ચૂકેલ છે. તેમના પુસ્તક ‘મેઘધનુષનો આઠમો રંગ’ની પાંત્રીસ હાજર નકલો શ્રી પુનીત સેવા ટ્રસ્ટ મારફતે જનકલ્યાણના આજીવન ગ્રાહકો માટે કરવામાં આવેલ છે. ભારતીય જીવન વીમા નિગમે પરિચય પત્રિકાના માધ્યમ મારફતે તેમની ત્રણ વાર્તાઓ ‘શ્રધ્ધાંજલિ’ ‘અસ્તિત્વ’ તથા ‘આધાર’નું હિન્દીમાં રૂપાંતર કરીને ઑલ ઇન્ડિયા લેવલે પ્રકાશન કરેલ છે. સન 2018 થી 2020 દરમ્યાન શ્રી પ્રફુલ્લ કાનાબાર લગભગ સો જેટલાં ફિલ્મી સિતારાઓની સફરને તેમની સંદેશની કૉલમ ‘મૂડ મૂડ કે દેખ’માં આલેખી ચૂક્યા છે.

Showing all 4 results