Prahalad Parekh
1 Book / Date of Birth:- 12-10-1912 / Date of Death:- 02-01-1962
પ્રહલાદ જેઠાલાલ પારેખ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સુપ્રસિદ્ધ કવિ હોવા ઉપરાંત એમણે ગદ્યકથા, બાળવાર્તા તથા બાળકાવ્યનું પણ સર્જન કર્યું હતું. એમનો જન્મ ભાવનગર શહેરમાં થયો હતો.એમણે ગુજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખાતે અભ્યાસ કર્યો હતો. આ સમયે રવિન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં એમણે કવિતાલેખનમાં પાપા પગલી ભરવા માંડી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમણે શિક્ષક તરીકે કારકિર્દી સ્વીકારી હતી. એમણે આઝાદીની લડતમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો, જેના કારણે એમને જેલમાં પણ જવું પડ્યું હતું.એમનો કાવ્યસંગ્રહ બારી બહાર ઉત્તમ સર્જન ગણાય છે. એમનાં કાવ્યો છંદોબદ્ધ, ધ્યાનાકર્ષક તથા સજીવતા ખડી કરે તેવાં રહ્યાં છે.

Showing the single result