Prahlad Brahmbhatt
2 Books / Date of Birth:- 22-08-1908 / Date of Death:- 15-12-1997
પ્રહલાદ બ્રહ્મભટ્ટ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેઓએ ‘સંદેશ’માં પત્રકાર, ‘સેવક’ના તંત્રી અને ‘જનસત્તા’ના સહતંત્રી તરીકે સેવાઓ આપેલી છે. વાર્તાપ્રવાહ રેલાવાની કુશળતા, ભાષાનું પ્રભુત્વ અને રોચક કથાનક એ એમના લેખનની વિશેષતાઓ છે.તેમની નવલકથાઓમાં ‘તૃષા અને તૃપ્તિ’, ‘વિપુલ ઝરણું’, ‘ખાખનાં પોયણાં’, ‘અધૂરી પ્રીત’, ‘માટીનાં માનવી’, ‘એક પંથ બે પ્રવાસી’, ‘મોભે બાંધ્યા વેર’, ‘રેતીનું ઘર’, ‘ટૂટેલા કાચનો ટુકડો’, ‘મનનાં બંધ કમાડ’ વગેરે છે. તેમના વાર્તાસંગ્રહોમાં ‘ઉમા’, ‘અધૂરા ફેરાં’ અને ‘જિંદગીનાં રૂખ’ છે. તેમણે ‘લાહોરનો શહીદ ભગતસિંહ’ અને ‘નેતાજી, નેતાજીના સાથીદારો’ નામે જીવનચરિત્ર લખ્યા છે.

Showing all 2 results