Pravin Darji
1 Book / Date of Birth:- 23-08-1944
દરજી પ્રવીણ શનિલાલ : કવિ, વિવેચક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧ માં એસ.એસ.સી. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી લુણાવાડા કૉલેજમાં અધ્યાપક. ચીસ’ (૧૯૭૩) અને ‘ઉત્સેધ’ (૧૯૮૫) એમના કાવ્યસંગ્રહો છે. ‘અડખેપડખે’ (૧૯૮૨)માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’ (૧૯૮૪) માં લલિતનિબંધો સંચિત છે.  સ્પંદ’ (૧૯૭૬), ‘ચર્વણા’ (૧૯૭૬), ‘દયારામ’ (૧૯૭૮), ‘પ્રત્યગ્ર’ (૧૯૭૮), ‘પશ્ચાત્’ (૧૯૮૨), ‘નવલકથા સ્વરૂપ’ (૧૯૮૬), ‘લલિત નિબંધ’ (૧૯૮૬) એમના વિવેચનસંગ્રહો છે. ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ (૧૯૭૫) એ એમનો શોધપ્રબંધ છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ (૧૯૮૪) એમનું સંપાદન છે; જયારે ‘શબ્દશ્રી’ (૧૯૮૦) તથા ‘ગદ્યસંચય’- ૨ (૧૯૮૨) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે.          

Showing the single result