Preety Sengupta
10 Books / Date of Birth:- 17-05-1944
પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી કવયિત્રી અને લેખક છે. તેમનો જન્મ અમદાવાદમાં રમણલાલ અને કાંતાગૌરીને ત્યાં થયો હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ શેઠ સી.એન. વિદ્યાલયમાં 1961માં પૂર્ણ કર્યો અને પછી 1965માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ.ની પદવી મેળવી. 1976માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમણે એચ.કે. આર્ટસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ન્યૂયૉર્ક ગયા પછી ચંદન સેનગુપ્તા સાથે તેમનો પરિચય થયો અને તેમની સાથે લગ્ન કર્યાં.તેમણે 'અશક્ય' અને 'નામુમકિન' ઉપનામો હેઠળ સર્જન કર્યું છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જુઈનું ઝુમખું’1982માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ‘ખંડિત આકાશ’ 1985, અને ‘ઓ જુલિયટ’ પ્રગટ થયા હતા. ‘એક સ્વપ્નનો રંગ’ તેમનો વાર્તાસંગ્રહ છે.‘અવર ઇન્ડિયા’ તેમનું છબીકલા પરનું પુસ્તક છે. તેમણે તેમના અનુભવો નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘વુમન, વ્હુ ડેર્સ’માં વર્ણવ્યા છે.2006માં તેમને કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમને વિશ્વગુર્જરી પુરસ્કાર પણ મળેલો છે.

Showing all 10 results