R.M.Lala
1 Book / Date of Birth:- 22-08-1928 / Date of Death:- 19-10-2012
સને 1948માં 19 વર્ષની ઉંમરે રુસી એમ. લાલાએ પત્રકારત્વથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સને 1959માં તો તેઓ લંડનના પહેલા ઇન્ડિયન બુક પબ્લિશિંગ હાઉસના મૅનેજર બની ગયા હતા; અને સને 1964માં તેઓએ રાજમોહન ગાંધીની સાથે મળીને `હિંમત' અઠવાડિકની સ્થાપના કરી હતી જેનું તેઓએ દસ વર્ષો સુધી સંપાદન કર્યું હતું. તેઓનું પ્રથમ પુસ્તક `સંપત્તિનું સર્જન' સને 1981માં બહાર પડ્યું હતું જેને વિવેચકો અને વાચકો તરફથી ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો હતો. આ પછી તેઓના બીજાં પુસ્તકો આવ્યાં જેમાં `બીયોન્ડ ધ લાસ્ટ બ્લ્યૂ માઉન્ટન : અ લાઈફ ઑફ જે. આર. ડી. તાતા' (1992), `સેલિબ્રેશન ઑફ ધ સેલ્સ : લેટર્સ ફ્રોમ અ કૅન્સર સરવાઇવર' (1999) અને `અ ટચ ઑફ ગ્રેઈટનેસ : એન્કાઉન્ટર્સ વિથ ધ એમિનન્ટ' (2001)નો સમાવેશ થાય છે. આર. એમ. લાલાનાં પુસ્તકોનો બીજી ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે જેમાં જૅપનીઝ ભાષાનો પણ સમાવેશ થાય છે. તેઓએ 18 વર્ષો સુધી તાતાના મુખ્ય ટ્રસ્ટ `સર દોરાબજી તાતા ટ્રસ્ટ'માં ડિરેક્ટરપદ શોભાવ્યું હતું. `સેન્ટર ફૉર એડવાન્સમેન્ટ ઑફ ફિલનથ્રોપી'ના તેઓ સહ-સ્થાપક છે અને સને 1993થી તેનું ચૅરમૅનપદ નિભાવી રહ્યા છે.

Showing the single result