Radhakrishnan Pillai
10 Books / Date of Birth:- 18-08-1960
"રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશીપ સ્ટડીઝ(CIILS)ના ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. તેમનું પહેલું પુસ્તક Corporate Chanakya 2010માં પ્રકાશિત થયું ત્યારથી બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું છે. ભારતની અને વિદેશની બિઝનેસ સ્કૂલોમાં પણ તે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. તેનું ઑડિયો બુકમાં તથા ચાણક્યના શિક્ષણ વિશેની ફિલ્મરૂપે Chanakya Speaks નામથી રૂપાંતર કરવામાં આવ્યું છે. દસ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક ચાણક્ય Mind અને ચતુર ચાણક્ય Bestseller બન્યાં છે. મૅનેજમૅન્ટ અને ઔદ્યોગિક વિકાસનાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં સંશોધન અને પ્રદાન માટે તેમને અત્યંત પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’ (2000) તથા ‘આવિષ્કાર ચાણક્ય ઇનોવેશન રિસર્ચ ઍવૉર્ડ (2013) આપવામાં આવ્યા હતા."
Social Links:-

Showing all 10 results