Raghuvir Chaudhari
11 Books / Date of Birth:- 05-12-1938
રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે 1960માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે 1962માં એમ.એ. અને 1979માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. 1977થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને 1998માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા. તેમને 'અમૃતા' નવલકથા માટે ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ 2015માં એનાયત થયો હતો.

Showing all 11 results