Raj Goswami
1 Book
રાજ ગોસ્વામી વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ અંગ્રેજી વિષયમાં ગ્રેજ્યુએટ છે. 1986માં, અભ્યાસ દરમિયાન તેમણે આણંદ શહેરના દૈનિક `નયા પડકાર'માંથી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી તેઓ `ગુજરાત સમાચાર'ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા હતા. ત્યાં 16 વર્ષ સુધી કામ કરીને તેઓ એડિટર બન્યા હતા. 2003માં, અમદાવાદમાંથી શરૂ થયેલા `દિવ્ય ભાસ્કર’માં તેઓ એડિટર તરીકે જોડાયા હતા અને તે પછી વડોદરામાં પણ `દિવ્ય ભાસ્કર’ના એડિટર બન્યા હતા. 2007માં તેઓ `સંદેશ’ દૈનિકના એડિટર તરીકે નિમાયા હતા. તેમણે ત્રણ વર્ષ સુધી `દિવ્ય ભાસ્કર’ ડિજીટલના એડિટર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે આ તમામ અખબારોમાં સાંપ્રત પ્રવાહો, સાહિત્ય, સિનેમા, કળા, વિજ્ઞાન અને ફિલૉસૉફી પર નિયમિત લખાણો લખ્યાં છે. ઇકિગાઈ તેમનું બીજું પુસ્તક છે. અગાઉ, તેમણે ઇઝરાયેલના ઇતિહાસકાર યુવલ નોઆ હરારીના પ્રસિદ્ધ પુસ્તક `સેપિયન્સઃ માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

Showing the single result