Rajendra Patel
2 Books / Date of Birth:- 20-08-1958
રાજેન્દ્ર પટેલ ભારતગુજરાતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક વિવેચક છે. તેઓ ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં જુઈની સુગંધ , શ્રી પુરંત જાણશે  અને અવગત  સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને તેમના કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને વિવચનો બદ્દલ ત્રણ વખત સન્માનિત કર્યા. તેમનું પુસ્તક જુઈની સુગંધનું નવનીત ઠક્કરે હિંદીમાં જૂહી કી મહક (૨૦૦૭) નામે ભાષાંતર કર્યું હતું. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત માસિક સામાયિક શબ્દસૃષ્ટિના સંપાદકીય મંડળમાં પણ સેવા આપી હતી. ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ખજાનચી તરીકે સેવા આપી હતી; તે સિવાય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૧ સુધી વાંચે ગુજરાત અભિયાનના સંયુક્ત સચિવ તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સચિવ તરીકે; અને ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેઓ માતૃભાષા અભિયાન, અનુવાદ પ્રતિષ્ઠાનના ડાયરેક્ટર અને અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવના કેન્દ્રીય સમિતિના સભ્ય છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપની પણ ચલાવી રહ્યા છે. ૧૯૭૪માં તેમણે લખવાનું શરૂ કર્યું અને વિશ્વમાનવ નામના ગુજરાતી ભાષાના સામયિકમાં પ્રથમ વખત તેમનું લેખન પ્રકાશિત થયું. ત્યારબાદ, તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ્દ અને નવનીત સમર્પણ સહિત અન્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ.

Showing all 2 results