Rajesh Vyas Miskin
11 Books / Date of Birth:- 16-10-1955
રાજેશ વ્યાસ, જેઓ તેમના ઉપનામ મિસ્કીનથી વધુ જાણીતા છે, ગુજરાતી કવિ છે. અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા, રાજેશ વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટેરટની પદવી મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો.તેમણે સાહિત્ય સર્જનનો પ્રારંભ ૧૯૬૦માં કર્યો હતો. ૧૯૭૩માં તેમણે કવિલોકમાં તેમની પ્રથમ કવિતા પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ તેમણે પરબ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ અને તાદર્થ્ય જેવા અનેક સામયિકોમાં પોતાની કવિતાઓ પ્રગટ કરી હતી. તેઓ ગુજરાત સમાચારમાં ‘શબ્દ સૂરને મેળે’, જનકલ્યાણમાં ‘અનહદના અજવાળા’ જેવી કટારો લખે છે. અગાઉ તેઓ નવનીત સમર્પણમાં કટાર લખતા હતા. તેમણે વલી ગુજરાતી ગઝલકેન્દ્રના મુખપત્ર ગઝલવિશ્વના તંત્રી તરીકે સેવાઓ આપેલ છે.૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક છોડીને આવ તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલિપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક લલિતસહશસ્ત્રનામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો