Ravindra Parekh
1 Book / Date of Birth:- 21-11-1946
રવિન્દ્ર પારેખ એ ભારત ગુજરાતના, એક ગુજરાતી ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, વિવેચક અને અનુવાદક છે. રવિન્દ્ર પારેખનો જન્મ કલવાડા (હાલ વલસાડ જિલ્લો, ગુજરાત) માં અંબાબેન અને મગનલાલ પારેખને ઘેર થયો હતો. તેમણે સુરતમાં શિક્ષણ લીધું. તેમણે ૧૯૬૯ માં રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં બી.એસ.સી., ૧૯૭૭ માં ગુજરાતી ભાષા અને માનસ શાસ્ત્રમાં બી.એ તથા ૧૯૭૭માં અને ગુજરાતી અને હિન્દીમાં એમ.એ. તેમજ ૧૯૭૯માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. ની પદવીઓ મેળવી. તેમણે નિવૃત્તિ પહેલાં તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કાર્ય કરતા હતા. રવિન્દ્ર પારેખે સ્વપ્નવટો (૧૯૮૬), સંધિકાલ (૧૯૯૪) અને પર્યાય (૨૦૦૨) નામના ટૂંકીવાર્તા સંગ્રહો લખ્યા છે. તેમની કૃતિ સ્વપ્નવટોને ઉમાશંકર જોશી પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે પર્યાયને સરોજ પાઠક મેમોરિયલ પારિતોષિક મળ્યું હતું. તેમણે ૧૯૭૨ માં પુષ્પા એસ. કાવટકર સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો અને એક પુત્રી છે.  તેમનો પુત્ર ધ્વનિલ પારેખ પણ કવિ અને લેખક છે

Showing the single result