Ravindra Thakor
2 Books / Date of Birth:- 26-07-1928
રવીન્દ્ર ઠાકોરનો જન્મ અમદવાદમાં થયો હતો. તેઓ અમદાવાદની વિવિધ કૉલેજમાં અધ્યાપક અને આચાર્ય તરીકે કાર્યરત હતા તેમણે ઘણા ઉપનામથી લખ્યું છે જેમકે,  અસ્મિતા શાહ, તન્વી દેસાઈ, બાની બસુ, સુકેતુ વગેરે. બાળપણ ભરૂચમાં બ. ક. ઠાકોરના મકાનમાં વીત્યું. નિવૃત્તિ પછી હતાશાના માહોલમાં ભૂપત વડોદરિયાએ લખવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપી ઉગાર્યા. સમભાવમાં ‘ર.’ સહીથી સાહિત્ય અવલોકનના લેખો લખતા હતા. અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક તથા આચાર્ય. કેસૂડાં, શ્રીરંગ તથા આરામમાં પ્રારંભિક કૃતિઓ પ્રકાશિત. હેરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ”ના ગુજરાતી અનુવાદે કીર્તિ અપાવી. વાવાઝોડું, અને એકાંકી, બોજ આદિ પ્રશંસાપાત્ર કૃતિઓ. એકસોથી વધુ રેડિયો નાટકો લખ્યાં છે. નેપથ્ય અને આરામ નું સંપાદન. કવિતા - કેસરિયાં, કસુંબીનો રંગ, નિનાદ. નવલકથા - મીંઢળબાંધી રાત, સપનાંનાં ખંડેર, મેઘચક્ર, તરસ ન છીપી. વાર્તાસંગ્રહ - આભના ચંદરવા નીચે. એકાંકીસંગ્રહો - અને એકાંકી, પાંચ નટીશૂન્ય એકાંકી, નટશુન્યમ્, બાળસાહિત્ય - રવીન્દ્ર કથામાળા, કૂકડે કૂક, ભમ દઇને ભૂસકો, સૂરજ ઊગ્યો વિવેચન - કવિતા એટલે, મુનશી એક નાટ્યકાર. અનુવાદ - સિધ્ધાર્થ, સુવર્ણ કણ, દરિયાઇ પંખી, હિમખંડ, આઉટસાઇડર, અપરાજેય. ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુ. સા. પરિષદના પુરસ્કારો મળેલા છે.

Showing all 2 results