Shivkumar Joshi
7 Books / Date of Birth:- 16-11-1916 / Date of Death:- 04-07-1988
શિવકુમાર ગિરિજાશંકર જોશી : નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩માં મેટ્રિક. ૧૯૩૭માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો વ્યવસાય. ૧૯૫૮થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. ૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.