Shradhhaben Trivedi
3 Books / Date of Birth:- 02-08-1948
શ્રદ્ધાબેન ત્રિવેદી બાળસાહિત્યના લેખન-સંપાદનમાં ખૂબ જ રસ દાખવેલ છે, માટે જ ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતી ભાષામાં બાળસાહિત્ય સતત લખાતું અને વંચાતું રહે તેની અભિલાષા રાખે છે. અનેક બાળવાર્તા સંગ્રહો, નવવિકા સંગ્રહ, વિવેચન સંગ્રહો તથા સંપાદનો મળી લગભગ 70 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ઈ. સ. 2010 માં નિવૃત્ત થઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની નિશ્રામાં તૈયાર થઈ રહેલ ‘બાળ વિશ્વકોશ’માં હાલ કામગીરી બજાવી રહેલ છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા બહુમૂલ્ય પ્રદાન બદલ અનેક પારિતોષિકો મળેલ છે. વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય રચવા બદલ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સને 1996 માં ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવેલ છે. આ સાથે બાળસાહિત્ય, વિવેચન વગેરે માટે પાંચ સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સાહિત્ય પરિષદ તરફથી અન્ય ત્રણ પુરસ્કારો મેળવેલ છે. વિશેષમાં સને 2013 માં દિલ્હી બાળસાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત બાળસાહિત્ય માટે NCERT ના બે પુરસ્કારો મળેલ છે.