Shrikant Shah
7 Books / Date of Birth:- 19-12-1936 / Date of Death:- 22-01-2020
શ્રીકાંત વલ્લભદાસ શાહ ભારતીય ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક હતા. તેઓ મુખ્યત્વે તેમની પ્રયોગાત્મક નવલકથા અસ્તી (૧૯૬૬) માટે જાણીતા હતા. તેમણે ૧૯૬૨–૬૩માં એચ.કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા (લેક્ચરર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે જામનગરમાં દૈનિક જનસત્તાના રોજગાર અધિકારી તરીકે, રાજકોટમાં દૈનિક જનસત્તાના મેનેજર અને અમદાવાદ ખાતે જનસત્તાના જનરલ મેનેજર તરીકે કાર્ય કર્યું. અંતે તેઓ અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા. તેમણે નિરંજન સરકાર ઉપનામ હેઠળ લખવાનું શરૂ કર્યું. ૧૯૬૨માં તેમનો એક કવિતા સંગ્રહ પ્રકાશિત થયો. તેમણે એક અસ્તિત્વવાદી નવલકથા અસ્તી લખી જે ૧૯૬૬માં પ્રકાશિત થઇ હતી. ત્યાર બાદ રહસ્ય નવલકથા ત્રીજો માણસ" પ્રકાશિત થઇ. તિરાડ અને બીજા નાટકોનેગેટિવકેનવાસ પર ના ચહેરા...અને હું અને એકાંત નંબર ૮૦ તેમના નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ એક માણસનું નગર ગુજરાતી લેખક નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયો. તેમના કેટલાક પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરકૃત થયા છે. અસ્તિ એ તેમની પ્રાયોગિક નવલકથા છે, જેને તેમની આધુનિક નવલકથાનો પ્રયાસ માનવામાં આવે છે. આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે, જેને "તે" કહેવાયો છે. આ અજ્ઞાત પાત્ર અસ્તિત્વના કપરા અનુભવમાંથી પસાર થાય છે અને મૃત્યુની ઇચ્છા કરે છે.