Varsha Adalja
44 Books / Date of Birth:- 10-04-1940
વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી. 1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફૅશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી. બીજી જ નવલકથા ‘તિમિરના પડછાયા’ પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેના દેશ-પરદેશમાં ઘણાં શૉ થયા. ‘મારે પણ એક ઘર હોય’ નવલકથાને શ્રેષ્ઠ કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું અને દીર્ઘ લેખનયાત્રામાં અનેક પારિતોષિક, ઍવૉર્ડ્‌ઝ અને સન્માન મળ્યાં. તેમની કલમ તેમને ક્યાં ક્યાં લઈ ગઈ છે! લેપ્રસી કોલોની, જેલમાં, યુદ્ધના મેદાનમાં, તો મૅન્ટલી ચૅલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, મધ્યપ્રદેશનાં ઘન જંગલમાં આદિવાસીઓ વચ્ચે. ‘ગાંઠ છૂટ્યાની વેળા’ નવલકથા માટે દર્શકે કહ્યું હતું, “આ કથાએ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે.” નારાયણ દેસાઈએ કહ્યું, “રક્તપિત્તગ્રસ્તોની કથા ‘અણસાર’ નવલકથા તરીકે તો ઉત્કૃષ્ટ કલાકૃતિ છે જ પણ એથી વિશેષ પીડિત માનવતા માટે એક પૈગામ છે.” સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, ‘ફૂલછાબ’ પત્રકારત્વ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુ. સા. અકાદમી, સાંસ્કૃતિક અભિયાન, પ્રિયદર્શીની ઍવૉર્ડ તથા લાઇફટાઇમ ઍચિવમૅન્ટ જેવાં સન્માન મળ્યાં છે. ‘લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ’ અમેરિકાની, વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઇબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોના સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કાઇવ્ઝમાં સાચવવામાં આવ્યાં છે. ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી, આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે. તેમની કથા પરથી ફિલ્મ્સ, નાટકો અને ટી.વી. શ્રેણીઓ બની છે અને પારિતોષિકો મળ્યા છે. 2009માં લંડન ઇન્ટરનેશનલ બુકફેરમાં ભારતની જુદી જુદી ભાષાના ડેલિગેશનમાં તેમની પસંદગી થઈ હતી, લિટરલી એકૅડેમી ઑફ નોર્થ અમેરિકાનાં આમંત્રણથી, કવિવર ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. તેઓ વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલાં છે. વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ. દિલ્હી, સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ અને સાહિત્ય અકાદમીના ગુજરાતી પ્રાદેશિક બોર્ડ પર અત્યારે ત્રીજી ટર્મ માટે તેમની નિયુક્તિ થઈ છે. વર્ષો સુધી ઑલ ઇન્ડિયા રેડિયો – મુંબઈ પર લેખક-અભિનેત્રી તરીકે અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં ‘સુધા’ અને ટાઇમ્સ ગ્રુપના ગુજરાતી ‘ફેમિના’ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતાં. તેમના સર્જન પર અનેક વિદ્યાર્થીઓએ Ph.D. કર્યું છે, તેમનાં પુસ્તકો અભ્યાસક્રમમાં છે. પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow : Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં સ્પેરો લીટરલી ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
Social Links:-

Showing 1–30 of 44 results

  • Aa Chhe Karagar

    150.00

    તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના. જેલ એટલે સમાજનો અંતિમ... read more

    Category: New Arrivals
    Category: Play
  • Ek Teepu Zakalnu

    175.00

    ‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2023
    Category: Short Stories
  • Fari Gruhpravesh

    150.00

    સંસ્કૃતમાં વાર્તા એટલે સાચી બનેલી હકીકતના અર્થમાં વપરાય છે. અંગ્રેજી, નૉવેલ કલ્પિત કથાના અર્થમાં છે, વૃત્ત. થવું, બનવું એમાંથી વાર્તા શબ્દ વ્યુત્પન્ન થયો છે, તેથી તેમાં યથાર્થનો અર્થ છે. ઉમાશંકર બે વર્તુળ દોરે છે, એક અંદરનું નાનું તે વાર્તા. તેને ફરતું ગોળ મોટું વર્તુળ તે કથા. એટલે કથાની અંદરનું ગર્ભ... read more

    Category: New Arrivals
    Category: Short Stories
  • Koi Var Thay Ke

    200.00

    વાર્તાકાર વર્ષા અડાલજા ચોવીસ નવલકથાઓષ, અગિયાર વાર્તાસંગ્રહો, નાટકો, પ્રવાસવર્ણનો અને અનેક ટી.વી. શ્રેણીઓ લખનાર વર્ષા અડાલજા લોકપ્રિય સર્જક છે. લોકપ્રિય નવલકથાથી ગુજરાતી સાહિત્યજગતમાં પ્રવેશનાર વર્ષા અડાલજા, `ક્રોસરોડ’ જેવી નવલકથા લખે ત્યારે લોકપ્રિયથી પ્રશિષ્ટની એમની યાત્રા પૂરી થાય છે. વર્ષાબેનની દોઢસોથી વધારે વાર્તા એકબેઠકે વાંચવી ગમે તેવા વાર્તારસથી છલછલતી છે. એમનાં... read more

    Category: New Arrivals
    Category: Short Stories
  • Mandodari

    100.00

    સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયૌનિક. સીતા ધરતીપુત્રી, મંદોદરી વિષ્ણુનાં ચંદનલેપમાંથી ઉત્પન્ન થયેલી, દ્રૌપદી અગ્નિકન્યા. પ્રતાપી પતિઓની પત્નીઓ છતાં કેવી યાતના ભોગવવી પડી! ત્રણેય પૌરાણિક છતાં સર્વકાલીન. મંદોદરી રાવણની યુદ્ધમંત્રી, શતરંજની શોધક. આસુરભાર્યાના કાંટાળા સુવર્ણમુકુટથી જીવનભર કેવી પીડા ભોગવી હશે! એના આરાધ્યદેવ રામ.... read more

    Category: Ekanki
    Category: New Arrivals
  • Pachha Farata

    175.00

    પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં,... read more

    Category: 2023
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
  • Paglu Mandu Hu Avakashma

    425.00

    ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ... read more

    Category: Autobiography
    Category: New Arrivals
  • Swadika Kambodiya

    150.00

    અંકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન! અવિસ્મરણીય. એબ્સોલ્યુટલી મેજીકલ. મિસ્ટીરીયસ. મેસ્મરાઇઝીંગ. હજાર ફીટ લાંબો પૂલ સુંદર કમળથી છલોછલ તળાવ પર થઇ મંદિર સુધી લઇ જાય છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં દીવાલો પર રામાયણનાં અસંખ્ય પ્રસંગો સરસ કંડારેલા છે. મહાભારતનાં પાત્રો પણ અહીં વિરાજે છે. મારા દેશનાં બે મહાકાવ્યોને જોતાં જ હું પ્રસન્નતા અનુભવું... read more

    Category: Travelogue
  • Ananddhara

    200.00

    આનંદધારા એક વાર અચાનક હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી. આખી સાંજ ઘરમાં એકલી હતી. કુતૂહલ ખાતર થોડાં પાનાં ઉથલાવ્યાં. થોડાં વાંચ્યાં. અને પુસ્તકે મારણવિદ્યાનો મંત્ર ભણ્યો હોય એમ મારે આખું પુસ્તક ફરી ફરીને વાંચવું પડ્યું. મેરીલિન એટલે સેક્સ બૉમ્બ... મેરીલિન એટલે પુરુષોની ભૂખી... ફણ આ એક બીજી... read more

    Category: Novel
  • Anasar

    300.00

    સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત નવલકથા અણસાર વર્ષાબહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરાધના કરી છે. ‘અણસાર’ને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો તે યોગ્ય જ છે. - ગુણવંત શાહ ‘અણસાર’ જેવી નવલકથા ગુજરાતી ભાષામાં તો વારંવાર વાંચવા મળતી નથી. - દીપક મહેતા ‘અણસાર’માં ભાષાની પ્રવાહીતા અને... read more

    Category: Novel
  • Avaj No Aakar

    110.00

    પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!... read more

    Category: Novel
  • Bandivan

    325.00

    બંદીવાન વર્ષા અડાલજા જિંદગી જબ મૌન કારાગાર હો "ગંગાજલ ડાલ દિયા?" "લાઇટ આઉટ કિયા?" ૧૯૭૯થી બિહારના ભાગલપુરમાં કેદીઓની આંખમાં સોયા ખોસી, છિદ્રમાં એસિડ, નાંખી તેમને અંધ બનાવવાનો ભયાનક સિલસિલો ચાલુ હતો. ગંગાજલ એટલે એસિડ. લાઇટ આઉટ કિયા એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલ ઑફિસરોને પૂછતો, કેદી આંધળો થઈ ગયો ને! આ ટ્રીગર... read more

    Category: Novel
  • Chhevat Nu Chhevat

    199.00

    એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ. ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ... એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો. ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ... ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા... read more

    Category: Novel
  • Crossroad

    499.00

    ક્રોસરોડ નવી સદીની મહાન નવલકથા : સમયના બદલાતા ચહેરાનો ઇતિહાસ! આપણું રાષ્ટ્રીય ખમીર ઝંખવાતું ચાલ્યું છે. કહેવાય છે પ્રજાને સ્મૃતિલોપનો અભિશાપ છે પણ ઇતિહાસને એ કઈ રીતે પરવડે? તવારીખની તિરાડોમાં એવાં કેટલાંય પાત્રો-ઘટનાઓ ભરાઈ રહ્યાં હોય છે કે તેને ભૂલી ન જવાય તો જ નવાઈ. ધરતીમાં ઊંડે ઊંડે દટાયેલાં કિંમતી... read more

    Category: Novel
  • Endhani

    175.00

    એંધાણી “આ શું છે જાણે છે રૂપા? આ ઈશ્વરની લીલા છે. આ અઢળક સૌંદર્ય, લીલાંછમ વૃક્ષો, નદી, પર્વતો, ચંદ્ર, તારા, સૂરજનો ગોળો અને એ સાથે જ પૃથ્વી પર આ વેદના, દુઃખ, ગરીબી, રોગ, ભૂખમરો – આ બધું જ ઈશ્વરનું સર્જન છે અને એનું દરેક સર્જન હેતુપૂર્ણ છે.” “પણ શા માટે... read more

    Category: Short Stories
  • Laxagruh

    325.00

    લાક્ષાગૃહ - હલ્લો, ગૂડમોર્નિંગ એવરીબડી. લેચ કીને આંગળીએ ઝુલાવતી ખુલ્લા દરવાજામાં કાજલ ઊભી હતી. કાજલને અચાનક આવેલી જોતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં. ચૂપકીદી. હવામાં સન્નાટો. - ક્યાં ગઈ હતી તું? તું કોની સાથે ક્યાં ગઈ હતી? બોલતાં બોલતાં ધીરુભાઈ કાજલ તરફ ધસી ગયા, આંધળા રોષમાં હાથ ઉગામ્યો. ખુલ્લી તલવારની ધારને... read more

    Category: Novel
  • Mare Pan Ek Ghar Hoy

    149.00

    બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે; પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ ન હતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું'તું. રહ્યો’તો કેવળ ધિક્કારનો કીચડ... ને... read more

    Category: Novel
  • Mati Nu Ghar

    175.00

    ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના... read more

    Category: Novel
  • Mrutyudand

    350.00

    મૃત્યુદંડ રહસ્યકથા એટલે ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક માત્ર જ નહીં. માનવમન પણ શું ઓછું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને અચાનક અનેક સ્વજનો-સંબંધીઓના જીવનમાં ધનવર્ષા થાય છે, અને ત્યાં જ અત્યાર સુધીનાં આત્મીય સંબંધોનાં... read more

    Category: Novel
  • Panch Ne Ek Panch

    140.00

    કેટલીક નવલકથાઓ કાળના વહેણમાં તણાઈ જતી હોય છે તો કેટલીક શાશ્વત હોય છે. આ નવલકથા – જે તમારા હાથમાં છે – એ કાળના વહેણમાં તરતી રહી છે એનું એક અને માત્ર એક જ કારણ કે એમાં જિવાતી જિંદગીનાં નાનાં-મોટાં રહસ્યો વણાયેલાં છે. રહસ્યને જાણવાની તાલાવેલી અબાલવૃદ્ધ સૌને હોય છે. આ... read more

    Category: Novel