Vinod Bhatt
5 Books / Date of Birth:- 14-01-1938 / Date of Death:- 23-05-2018
વિનોદ ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા. તેમનાં હાસ્યલેખોની કટાર ગુજરાતી સમાચાર પત્રો અને અન્ય સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમનો જન્મ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર છે. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી જે પાછળથી દિવ્ય ભાસ્કરમાં ઇદમ તૃતિયમ તરીકે પ્રસિદ્ધ થઇ હતી. અમદાવાદ ખાતે લાંબી બીમારી પછી તેમનું અવસાન થયું હતું. ૧૯૭૬ - કુમાર ચંદ્રક ૧૯૮૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૧૬ - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક