જૂલે વર્નની વાર્તાની ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશથી શરૂ થાય તો આકાશમાં જ રહે છે. પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય તો સતત પ્રવાસીકથા જ રહે છે – પ્રવાસના બધાં વાહનો સાધનો સહિત, વાર્તા ધૂમકેતુની રહે છે તો સતત ધૂમકેતુની સાથે જ ઘૂમે છે.
આ પુસ્તકની મુખ્ય કરામત એ છે કે એની વાર્તાઓ બધી ઉંમરના વાચકો માટે છે. બાળકિશોર તરુણો તો વાંચી જ શકે પણ પુખ્તો પ્રૌઢો પણ તેમાં એટલો જ રસ લઈ શકે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, અધ્યાપકો, વેપારીઓ, વૈજ્ઞાનિકો બધાંને જ આકર્ષવાની એની ક્ષમતા છે.
- You cannot add "80 Divasma Prithvini Parkamma" to the cart because the product is out of stock.
Be the first to review “Soneri Dhumketu No Pichoo”
You must be logged in to post a review.