Majano Vartakhajano

In stock

Qty

મજાનો વાર્તા ખજાનો

દાદીમા જ્યારે વાર્તાનો પટારો ખોલે છે, ત્યારે બધાં જ એમને ઘેરી વળે છે!

સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા એમની રસાળ શૈલીમાં કહેતા હોય…! દાદીમા લઈને આવ્યાં છે મજાનો વાર્તાખજાનો… જેમાં છે જુદા-જુદા રાજાની વાર્તાઓ, વાંદરા અને ઉંદરની વાર્તાઓ… રીંછ અને ભગવાનની વાર્તાઓ… જેવી કે…

એક રીંછ ખરાબ ફળ ખાય છે અને ગુસ્સે ભરાય છે; એક આળસુ માણસ પોતાની દાઢી સળગી જવાની તૈયારીમાં હોય છે ત્યાં સુધી આગને બુઝાવતો નથી; એક રાજકુમારી સરસ મજાની ડુંગળીમાં ફેરવાઈ જાય છે; એક રાણી વિચિત્ર માણસોને અને અદ્ભુત પ્રાણીઓને શોધે છે…

બાળમિત્રો, રજાના દિવસોમાં દાદીમા તમારા માટે આ `મજાનો વાર્તાખજાનો’ ખોલી દઈને મનોરંજન સાથે તમારું વૈચારિક ઘડતર કરશે. તો આવો, તમે પણ પેલા સાત બાળકોની જેમ દાદીમા સાથે જોડાઈ જાઓ, રાહ કોની જુઓ છો?!

લેખિકા વિષે…

સુધા મૂર્તિનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગોનમાં થયો હતો. તેમણે કમ્પ્યૂટર સાયન્સમાં એમ.ટેક. કર્યું છે અને હાલ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચૅરપર્સન છે. અંગ્રેજી અને કન્નડમાં તેમણે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. તેમણે નવલકથાઓ, ટૅક્નિકલ બુક્સ, પ્રવાસગ્રંથ, ટૂંકીવાર્તાના સંગ્રહો તથા અનેક લેખો લખ્યાં છે. તેમનાં બાળસાહિત્યના બે ગુજરાતી પુસ્તકો `મારે તો ચાંદો જોઈએ’ અને `સાચને નહીં આંચ’ ખૂબ જ વંચાયા છે.
તેમનાં પુસ્તકો ભારતની મુખ્ય બધી જ ભાષાઓમાં અનુવાદિત થયાં છે અને આખા દેશમાં થઈ લગભગ પાંચ લાખ જેટલી નકલો વેચાઈ છે. તેમને સાહિત્ય માટેનો
`આર. કે. નારાયણ ઍવૉર્ડ’ મળ્યો છે. ઈ.સ. 2006માં `પદ્મશ્રી’ ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયાં છે અને ઈ.સ. 2011માં કન્નડ સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને કર્ણાટક સરકાર તરફથી `Attimabbe Award’ એનાયત થયો હતો. ગુજરાતીમાં પ્રકાશિત થયેલાં તેમનાં બધાં જ પુસ્તકો Bestseller રહ્યાં છે.

SKU: 9789351228288 Category:
Weight 0.18 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Majano Vartakhajano”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351228288

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg

સુધા મૂર્તિ `ઇન્ફોસિસ ફાઉન્ડેશન'નાં ચૅરપર્સન તથા લોકલાડીલાં લેખક છે. તેમનો જન્મ  ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ  (IIST) માંથી ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગમાં… Read More

Additional Details

ISBN: 9789351228288

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.18 kg

Inspired by your browsing history