Rage Of Angels

Category Crime Stories
Select format

In stock

Qty

સિડની શેલ્ડન (રેજ ઑફ એન્જલ્સ)

જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ ધપી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઑફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શહઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે.

માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં આવનારનું કાસળ કાઢતા તેને વાર નહીં લાગે… પછી ભલે તે સુંદર હોય કે મહત્ત્વાકાંક્ષી.
આમ શરૂ થાય છે સ્ફૂર્તિથી તરબતર બે ખેલંદાઓની જકડી રાખનારી કહાણી જેઓ દુનિયાના શ્રેષ્ઠ શહેરમાં અંતિમ સત્તા માટે સંઘર્ષ કરે છે.
આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતાં પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે.

————————

અજોડ સિડની શેલ્ડન

વર્તમાન સમયમાં પોતાની રોમાંચક સફળતમ નવલકથાઓ માટે સુપ્રસિદ્ધ લેખક સિડની શેલ્ડનની અન્ય કૃતિઓ છે :
ધ સ્કાય ઇઝ ફોલિંગ, ટેલ મી યોર ડ્રીમ્સ, ધ બેસ્ટ લેઇડ પ્લાન્સ, મોર્નિંગ, નૂન ઍન્ડ નાઇટ, નથિંગ લાસ્ટ્સ ફૉરએવર,
ધ સ્ટાર્સ શાઇન ડાઉન, ધ ડૂમ્સડે કોન્સપિરેસી, મેમરીઝ ઑફ મિડનાઇટ, ધ સેન્ડ્સ ઑફ ટાઇમ, વિન્ડમિલ્સ ઑફ ધ ગૉડ્સ, ઇફ ટુમોરો કમ્સ, માસ્ટર ઑફ ધ ગેમ, બ્લડલાઇન, એ સ્ટ્રેન્જર ઇન ધી મિરર અને ધ અધર સાઇડ ઑફ મિડનાઇટ. લગભગ તમામ પ્રથમ ક્રમે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર રહી ચૂકી છે. તેમનું પહેલું પુસ્તક, ધ નેકેડ ફેસને ન્યૂ યૉર્ક ટાઇમ્સે “વર્ષની શ્રેષ્ઠ પહેલી રહસ્યકથા” તરીકે વધાવી હતી અને તે પુસ્તકને એડગર ઍવૉર્ડ સાંપડ્યો હતો. તેમની મોટા ભાગની નવલકથાઓ પરથી મહત્ત્વપૂર્ણ ફીચર ફિલ્મો અથવા ટીવી માટે લઘુ સિરીઝ બનાવવામાં આવી છે, અને વિશ્વભરમાં તેમના પુસ્તકોની 30 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.
નવલકથાકાર બન્યાં પહેલાં, સિડની શેલ્ડન બ્રોડવેના રેડહેડ માટે એક ટોની ઍવૉર્ડ અને ધ બેચલર ઍન્ડ ધી બોબી સોક્સર માટે એકૅડેમી ઍવૉર્ડ જીતી ચૂક્યા હતા. તેમણે ત્રેવીસ ફિલ્મો માટે પટકથાઓ લખી છે જેમાં ઇસ્ટર પરેડ (જુડી ગારલૅન્ડ સાથે) અને ઍની ગેટ યોર ગનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બ્રોડવેના બીજા છ હિટ લખ્યા હતા અને લાંબો સમય ચાલેલી ત્રણ ટીવી સિરીઝનું સર્જન કર્યું હતું. જેમાં હાર્ટ ટુ હાર્ટ અને આઇ ડ્રીમ ઑફ જીનીનો સમાવેશ થાય છે, જેના તેઓ નિર્માતા પણ હતા. ઍવૉર્ડ વિજેતા નાટકો, ફિલ્મો, નવલકથાઓ અને ટેલિવિઝન શો દ્વારા કરોડો લોકોને આનંદિત કરનાર લેખક તરીકે સિડની શેલ્ડન સર્વકાલીન અતિલોકપ્રિય વાર્તાકાર તરીકે સિક્કો જમાવી ચૂક્યા છે.
આ પુસ્તક અને લેખક વિશે વધારે જાણવા માટે www.sidneysheldon.comની મુલાકાત લો.

SKU: 9789351227526 Category:
Weight 0.33 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Rage Of Angels”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351227526

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 392

Weight: 0.33 kg

રોમાંચક અને અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરેલી પોતાની નવલકથાઓ માટે આજની તારીખે જગપ્રસિદ્ધ લેખક સિડની શેલ્ડનની અનન્ય કૃતિઓ છે : આર યૂ અફ્રેઇડ ઑફ ધ ડાર્ક?,… Read More

Additional Details

ISBN: 9789351227526

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 392

Weight: 0.33 kg