Pilo Padchhayo

Category Ghazal
Select format

In stock

Qty

રમેશ ચૌહાણ એ નવી ગઝલનું જૂનું થઈ ગયેલું નામ છે. એમના `પીળો પડછાયો’ પૂર્વે બે ગઝલસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ત્રીજા સંગ્રહ થકી ત્રિદલ રચવાનો પ્રયાસ છે. એમની રચનાઓ જાણીતા ગાયકોએ ઉમળકાથી ગાઈ છે. મોટા ભાગના સામયિકોમાં પ્રગટ થઈ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કામ કર્યું છે પણ ગઝલ એમનો ગમતો પ્રકાર છે. ગઝલમાં એમનું અસ્તિત્વ ડોકાય છે.
આ સંગ્રહમાં ઇન્દ્રધનુષ્યનો થાળ છે. વેદના-સંવેદના સાથે પીડા-પડકાર પણ છે. જીજીવિષા ઝંકાર અને જાહોજલાલીના જલસા છે. સાચો કવિ ભાવ કે ભાષાના બીબામાં કદી બંધાતો નથી એમને સરકારી પદ કરતા સાહિત્યના પદમાં વધુ રસ પડે છે. અધિકારી કરતા શબ્દનાં સેવક બનવાનું વધુ પસંદ કરે છે. મુશાયરામાં એમનો અંદાજે બયા માણવા જેવો છે. અનેક નવકવિ સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છે. બહુ ઓછા વર્ષોમાં એમનું નામ જાણીતું થયું છે. નિરાભિમાનીપણું અને નિખાલસતા એમનો વિશેષ રહ્યો છે. મંઝિલની આગળ હજુ એક મંઝિલ છે. રમેશ ચૌહાણની શબ્દસફર ઝળહળતી રહે એવી શુભશબ્દકામના.
– હરદ્વાર ગોસ્વામી

રમેશ ચૌહાણ પાસે બે ખ્યાલ છે. એક રંગદર્શીય પ્રેમનો અને બીજો સામાજીક ન્યાય માટેની અહાલેકનો. એમના કેટલાક શેર ભાવ અને ભાષાને એક ડગલું આગળ લઈ જાય છે.
રઘુવીર ચૌધરી
*
રમેશભાઈ નવી ગુજરાતી ગઝલનો સબળ અવાજ અને અંદાજ છે.
ભાગ્યેશ જહા
*
રમેશ ચૌહાણ એ ગુજરાતી ગઝલની ઉજળી આવતીકાલ છે.
ચિનુ મોદી
*
રમેશભાઈની ગઝલના શેર તમને દુબારા કહેવા મજબૂર કરશે.
રાજેશ વ્યાસ `મિસ્કીન’

SKU: 9789389858044 Category: Tags: , , , ,
Weight0.16 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pilo Padchhayo”

Additional Details

ISBN: 9789389858044

Month & Year: January 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.16 kg

રમેશ ચૌહાણ વ્યવસાયે કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ છે. પણ સ્વભાવે ઝિંદાદિલ ઇન્સાન છે. નાનપણથી જ કવિતા અને નિબંધો વાંચવાનો શોખ હોવાથી સમય જતાં ઉમદા વ્યક્તિ અને કવિ… Read More

Additional Details

ISBN: 9789389858044

Month & Year: January 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 88

Weight: 0.16 kg